Site icon Revoi.in

ચીનનું ઇન્ટરનેટ રેગ્યુલેટર હવે એલ્ગોરિધમ્સને પણ નિયંત્રિત કરશે

Social Share

નવી દિલ્હી: ચીન હવે ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. ચીનની ઇન્ટરનેટ રેગ્યુલેટર દેશની ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સને નિયંત્રિત કરશે. ઇન્ટરનેટ ક્ષેત્રમાં આ એક નવીનતમ પહેલ છે. આ પદ્વતિ દ્વારા કંપનીઓ સામગ્રીને વધુ વ્યક્તિગત બનાવે છે તેમજ ગ્રાહકોને તેની ભલામણ કરે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર ચીનના ઇન્ટરનેટ નિયમનકાર સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઑફ ચાઇનાએ એક દરખાસ્ત બહાર પાડી છે જેનો ઉદ્દેશ ટેક્નોલોજી કંપનીઓ દ્વારા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સેવાનું સંચાલન કરવાનો છે. ગ્રાહકો માટે ટેક્નોલોજી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનું સંચાલન કરવાના હેતુસર એક ડ્રાફ્ટ દરખાસ્ત બહાર પાડી છે.

ચીનમાં ઈન્ટરનેટ ક્ષેત્ર પરની કાર્યવાહીના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે કારણ કે નિયમનકારો ડેટા પ્રાઇવસી અને ગ્રાહક અધિકારોને મજબૂત કરવા માગે છે. ડ્રાફ્ટ રેગ્યુલેશન હેઠળ કંપનીઓએ અલ્ગોરિધમ આધારિત સેવાઓની ભલામણ કરવાના મૂળભૂત સિદ્ધાંતો, ઉદ્દેશો અને ઓપરેટિંગ સિસ્ટમ જણાવવી પડશે અને વપરાશકર્તાઓએ ભલામણ કરેલ સેવા બંધ કરવાનો વિકલ્પ આપવો પડશે.