Site icon Revoi.in

ફ્રીમાં કરો ચંદ્રની યાત્રા, જાણો શું છે Dear Moon પ્રોજેક્ટ અને કેવી રીતે કરાવી શકો છો રજીસ્ટ્રેશન

Social Share

નવી દિલ્હી: તમે પણ હવે ફ્રીમાં ચંદ્ર યાત્રા કરી શકશો. ચોંકી ગયા ને?, જી હા, આ હકીકત છે. જાપાનની મોટી ફેશન કંપનીના માલિક અને અબજોપતિ યુસાકુ મીજાવાએ લોકોને પોતાની સાથે ચંદ્ર યાત્રા પર આવવા આમંત્રણ પાઠવ્યું છે. વિશ્વની કોઇપણ વ્યક્તિ ફ્રીમાં ચંદ્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવીને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે.

આ મિશન SpaceX દ્વારા સ્ટારશિપ નામના એક રોકેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બેસીને 10 થી 12 લોકો જઇ શકશે. આ મિશન માટે 5 બિલિયન ડોલર એટલે કે આશરે 35,000 કરોડ રૂપિયા ખર્ચ થશે તેવું અનુમાન છે. આ એક ખાનગી મિશન હોવાથી જાપાનના અબજોપતિએ તેની તમામ ટિકિટ ખરીદી લીધી હોવાનું અનુમાન છે. તેઓ હાલમાં આ અવિસ્મરણીય યાત્રામાં પોતાને સાથ આપી શકે તેવા 8 લોકોને શોધી રહ્યા છે.

કઇ રીતે કરાવશો રજિસ્ટ્રેશન

ફ્રીમાં ચંદ્ર યાત્રા કરવા માટે તમારે ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે અને તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ માટે 14 માર્ચ, 2021 સુધીમાં DearMoon.Earth નામની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પસંદગી પામેલા ઉમેદવારોની ત્યારબાદ ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવસે અને તેમાં પાસ થનારાને ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ મેડિકલ ટેસ્ટિંગમાંથી પસાર થવું પડશે.

યાત્રાના દિવસો કેટલા રહેશે

આ સમગ્ર યાત્રા વિશે વાત કરીએ તો સમગ્ર યાત્રા 6 દિવસમાં પૂર્ણ થઇ જશે. યુસાકુ મીજાવાએ ફ્રીમાં ચંદ્ર યાત્રાનો આનંદ માણનારા લોકો માટે એક શરત રાખી છે. શરત પ્રમાણે તેઓએ ચંદ્ર યાત્રા પરથી પરત ફર્યા બાદ ધરતી પર લોકોની મદદ કરવી પડશે તેમજ સમાજને નવી દિશા દર્શાવવા રચનાત્મક પ્રયોગો કરવાના રહેશે.

(સંકેત)