Site icon Revoi.in

સ્કોટિશ-અમેરિકન લેખક ડગ્લાસ સ્ટુઅર્ટને 2020નો બૂકર પુરસ્કાર એનાયત કરાયો

Social Share

વર્ષ 2020ના બૂકર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ન્યૂયોર્કમાં વસેલા સ્કોટલેન્ડના લેખક ડગ્લાસ સ્ટુઅર્ટ (Douglas Stuart)ને તેમના પહેલા ઉપન્યાસ ‘શગી બેન’ માટે વર્ષ 2020નો બૂકર પુરસ્કાર એનાયત કરાયો છે. ડગ્લાસના ઉપન્યાસ ‘શગી બેન’ (Shuggie Bain)ની વાર્તા ગ્લાસગોના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. આપને જણાવી દઇએ કે દુબઇમાં રહેતા ભારતીય મૂળના લેખિકા અવની દોશીનો પહેલો ઉપન્યાસ, ‘બર્નટ શુગર’ પણ આ શ્રેણીમાં નોમિનેટ હતો. કુલ 6 લોકોના ઉપન્યાસ આ શ્રેણીમાં નોમિનેટેડ થયા હતા.

બૂકર પ્રાઇઝ જીત્યા બાદ આ સિદ્વિ પર વાત કરતા સ્ટુઅર્ટે કહ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો. શગી એક કાલ્પનિક બૂક છે પરંતુ પુસ્તક લખવું મારા માટે ખૂબ જ સ્વાસ્થવર્ધક રહ્યું. આ પુસ્તક હું મારી માતાને સમર્પિત કરું છું. જ્યારે તેમની માતાનું વધુ દારૂના સેવનથી મૃત્યુ થયું ત્યારે આ 44 વર્ષના લેખક માત્ર 16 વર્ષના હતા. તેઓ રોયલ કોલેજ ઑફ આર્ટ ઇન લંડનથી સ્નાતક થયા બાદ સ્ટુઅર્ટ ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ન્યૂયોર્ક આવ્યા હતા.

નોંધનીય છે કે આ વખતે કોરોના વાયરસની મહામારીને કારણે બૂકર પ્રાઇઝ સમારોહ 2020 લંડનના રાઉન્ડ હાઉસથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. તમામ 6 નોમિનેટેડ લેખક એક વિશેષ સ્ક્રીન દ્વારા સમારોહમાં સામેલ થયા હતા. આ પ્રસંગે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ બૂકર પુરસ્કાર પ્રાપ્ત ઉપન્યાસો પર પોતાના વિચારો પ્રગટ કર્યા હતા.

(સંકેત)