Site icon Revoi.in

વર્ષ 2017માં પરગ્રહવાસીઓએ પૃથ્વીની મુલાકાત લીધી હોવાનો હાર્વર્ડના પ્રોફેસરનો દાવો

Social Share

વોશિંગ્ટન: એવું મનાય છે કે, પૃથ્વી સિવાય અન્ય ગ્રહ પર પરગ્રહવાસીઓ વસવાટ કરે છે, ભૂતકાળમાં પણ અનેક જગ્યાએ યુએફઓ જોવા મળ્યા હતા જેને લઇને પણ એલિયન હોવાની થિયરીએ જન્મ લીધો હતો. હવે વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે દાવો કર્યો છે કે વર્ષ 2017માં સોલાર સિસ્ટમમાં કેટલીક વસ્તુ અંતરિક્ષમાંથી આવી હતી.

સોલાર સિસ્ટમમાં આવેલી આ વસ્તુ હકીકતમાં એલિયન્સ દ્વારા મોકલવામાં આવી હતી. તે પરથી પુરવાર થાય છે કે અંતરિક્ષના કોઇ ગ્રહ પર એલિયન્સનું અસ્તિત્વ છે તેમ પ્રોફેસર અવી લોએબે કહ્યું હતું.

વર્ષ 2017માં અંતરિક્ષથી જે વસ્તુ સોલાર સિસ્ટમ પાસેથી પસાર થઇ હતી તેને નાસા દ્વારા ઓઉમુઆમુઆ નામ આપવામાં આવ્યું હતું, આ વસ્તુ કુદરતી નહોતી પણ અન્ય ગેલેક્સી પરથી તેને એલિયંસ દ્વારા મોકલવામાં આવી હતી. જો કે હાર્વર્ડના પ્રોફેસરે દાવો કર્યો હતો કે આ કોઇ સામાન્ય વસ્તુ પણ નહોતી, તે એલિયન સિવિલાઇઝેશન દ્વારા તૈયાર કરાયેલી એડવાન્સ્ડ ટેક્નોલોજીનો એક ટુકડો હતો. પ્રોફેસરે આ દાવો તેની બૂકમાં કર્યો હતો.

પ્રોફેસરે તે ઉપરાંત એવી પણ સલાહ આપી હતી કે જો અંતરિક્ષમાં કે અન્ય ગ્રહ પર એલિયન્સનું અસ્તિત્વ છે કે કેમ તેની તપાસ કરવી હોય તો એલિયન્સની સાથે સંકળાયેલી તેની આસપાસની વસ્તુઓની તપાસ કરવી જોઇએ. એલિયન્સને શોધવા હોય તો તે પહેલા તેમના ટ્રેશની જાણકારી મેળવવી જોઇએ. આ પહેલા પણ પરગ્રહ પર એલિયન્સ હોવાના રિપોર્ટ સામે આવી ચૂક્યા છે.

(સંકેત)

Exit mobile version