Site icon Revoi.in

ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ: આર્કટિક મહાસાગરમાં રેકોર્ડ બ્રેક બરફ તુટ્યો

Social Share

સમગ્ર વિશ્વમાં જે રીતે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વિકાસના જ અતિરેકથી ગ્લોબલ વોર્મિંગ પણ જોવા મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કટિક મહાસાગરમાં બરફ પીગળવું શરૂ જ છે. જે રીતે બરફ પીગળી રહ્યો છે તે જોતા તે પોતાનો જ રેકોર્ડ તોડી નાખશે તેવી ચિંતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. સમુદ્રમાં જે બરફ રહેલો છે તેની ઉપગ્રહના માધ્યમથી તસવીર લેવાનું અને મોનિટર કરવાનું કામ ચાર દાયકા પહેલા જ શરુ થઇ ગયું છે. ત્યારે 2012ના વર્ષથી જ બરફ સતત ઘટી રહ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર પહેલા જ્યારે બરફનું માપ કાઢવામાં આવ્યું તો તે 1.32 મિલિયન વર્ગ મીલ હતું. ત્યારબાદથી તેમાં દર વર્ષે સતત ઘટાડો થઇ રહ્યો છે. આ બધુ જળવાયુ પરિવર્તનના કારણે થઇ રહ્યું છે. સૂર્યની ગરમીના કારણે સમુદ્રી બરફ પીગળી રહ્યો છે તેવો પણ એક મત છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ બધા કારણોસર આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે.

આર્કટિક વિસ્તારના જળવાયુમાં અન્ય બે બદલાવ જોવા મળ્યા છે. જમાં એક છે હવાના તાપમાનમાં વધારો અને બીજુ વરસાદના દિવોસમાં ફેરફાર. મહત્વનું છે કે આર્કટિક દુનિયાના એવા વિસ્તારોમાંનો એક છે જે જળવાયુ પરિવર્તનના કારણે સૌથી વધારે પ્રભાવિત છે. જો આ જ રીતે બરફ પીગળતો રહેશે તો ગ્લેશિયરનું અસ્તિત્વ જ નહીં રહે.

(સંકેત)