Site icon Revoi.in

વિશ્વ આરોગ્ય સંગઠનનો વિશ્વાસ: ભારત કોરોના સામેની લડાઇમાં જીતી શકે છે

Social Share

કોરોનાવાયરસ સાથેના યુદ્ધમાં ભારતના પ્રદર્શનની અસર અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થઈ છે. તો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ પણ મહામારી લડવાની ભારતની ક્ષમતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગુરુવારે કહ્યું કે સંયુકત રાજ્ય અમેરિકા, બ્રાઝિલ અને ભારત કે જ્યાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તો પણ મહામારીને હરાવવા અને ટોચ પર પહોંચવાની ક્ષમતા રાખે છે. ડબ્લ્યુએચઓના ઇમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો.માઇક રયાને કહ્યું હતું કે ભારત, અમેરિકા અને બ્રાઝિલ આ રોગ સામે લડવાની આંતરિક ક્ષમતા ધરાવતા શક્તિશાળી, સક્ષમ અને લોકશાહી દેશો છે.

અમેરિકા વિશ્વનો સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ છે. બ્રાઝિલ બીજા નંબરે છે અને તે પછી ભારત છે. યુ.એસ. માં ગુરુવારે કોરોના વાયરસના કેસો 4 મિલિયનને વટાવી ગયા છે. અહીં દર કલાકે સરેરાશ 2,600 થી વધુ નવા કેસ નોંધાયા છે. હાલમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કોરોના સામેના યુદ્ધમાં ભારતની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મોટા પાયે ટેસ્ટીગના કિસ્સામાં ભારત અમેરિકા પછી આવે છે.

આ પહેલા પણ WHO ભારતના પ્રયત્નોની પ્રશંસા કરી ચૂક્યું છે. થોડા સમય પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભારત શરૂઆતથી જ કોવિડ -19 પર કાર્યવાહી કરી રહ્યું છે. તે સજ્જતા અને પ્રતિક્રિયાત્મક પગલાને સતત મજબુત બનાવી રહ્યું છે જેમ કે ટેસ્ટની ક્ષમતાઓને તેજ બનાવા, વધુ હોસ્પિટલો તૈયાર કરવી, દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોકની વ્યવસ્થા કરવી.

(દેવાંશી)