Site icon Revoi.in

હવે ભારતના પેટ્રોલિયમનો સંગ્રહ અમેરિકામાં થશે, બંને દેશ વચ્ચે થયા કરાર

Social Share

એક તરફ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ધનિષ્ઠતા જોવા મળી રહી છે. ભારતે પોતાની રણનીતિક જરૂરિયાતોને જોતા અમેરિકામાં પોતાના કાચા તેલનો ભંડાર રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં આના પર બંને દેશોની વાતચીત અંતિમ તબક્કામાં છે.

આ અંગે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે આ પ્રકારની કટોકટીમાં તેલ મંગાવી શકાય છે. બંને દેશોએ રણનીતિ તેલ ભંડાર માટે પરસ્પર સહકારના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આપને જણાવી દઇએ કે અમેરિકા પાસે અન્ય દેશો સાથે રણનીતિક મામલાઓ માટે 41.4 કરોડ બેરલ તેલ સંગ્રહની ક્ષમતા છે. જો કે ભારતની સંગ્રહ ક્ષમતા માત્ર 3.8 કરોડ બેરલ કાચા તેલની છે. ભારતમાં માત્ર 3 સ્થળોએ આ તેલ સંગ્રહ કરવાની ક્ષમતા છે. જો જરૂરિયાતની દૃષ્ટિએ જોઇએ તો આ માત્ર 9 દિવસ ચાલી શકે તેમ છે.

નોંધનીય છે કે, ભારતમાં તેલ સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોવાથી કટોકટીના સમયે ખૂબજ સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી ભારતએ કટોકટીના સમયે કોઇ પ્રશ્ન ના સર્જાય અને સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટ અમેરિકા સાથે તેલ સંગ્રહને લઇને સમજૂતી કરી છે. આ સમજૂતી ખર્ચાળ છે પરંતુ તેનાથી ભારતને જ ફાયદો છે.

(સંકેત)