Site icon Revoi.in

ભારતનો કોરોના સ્ટ્રેઇન B.1.617 બીજા 17 દેશોમાં મળી આવ્યો

Social Share

નવી દિલ્હી: વિશ્વ આરોગ્ય સંગઠને ચોંકાવનારો દાવો કરતા કહ્યું છે કે, બી. 1.617 તરીકે અથવા ડબલ મ્યુટન્ટ તરીકે જાણીતો બનેલો ઇન્ડિયન સ્ટ્રેઇન બીજા 17 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં આવેલી કોરોનાની સુનામી માટે જવાબદાર આ વાઇરસને વિશ્વ આરોગ્ય સંગઠને વેરીઅન્ટ્સ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યો છે.

વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે, 27 એપ્રિલે જિસેઇડ દ્વારા બી.1.617 લાઇનેજની 1200 જીનોમ સિકવન્સીસ 17 દેશોમાંથી અપલોડ કરવામાં આવી છે.

વિશ્વ આરોગ્ય સંગઠને કેસના આંકડાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, સતત નવમાં સપ્તાહે નવા કોરોનાના કેસ વધી ગયા છે. ગત સપ્તાહે કોરોનાના નવા 5.7 મિલિયન કેસો નોંધાયા હતા. જેમાં ભારતનો ફાળો 38 ટકા જેટલો જણાયો હતો.

દરમ્યાન આજે કોરોનાના દુનિયામાં નવા 3,11,771 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 149,638,261 થઇ હતી જ્યારે કોરોનાને કારણે 5021 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 31,53,236  થયો હતો.

જર્મન ફાર્મા કંપની બાયોએનટેકના વડા ઉગુર સાહીને જણાવ્યું હતું કે આગામી ચાર મહિનામાં યુરોપ કોરોના સામે હર્ડ ઇમ્યુનીટી વિકસાવી લેશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વસ્તીમાં કોરોનાના પ્રસારની સાંકળ તોડવા માટે 70 ટકા કરતાં વધારે લોકોને રસી આપેલી હોવી જોઇએ.

દરમ્યાન મર્ક કંપનીએ ભારતમાં જેનેરિક ડ્રગ બનાવનારા પાંચ ઉત્પાદકો સાથે રેમડેસિવિર જેવી પ્રયોગાત્મક એન્ટીવાઇરલ ડ્રગ મોલનુપિરાવિર કેપ્સ્યુલના ઉત્પાદન માટે કરાર કર્યા હોવાની જાહેરાત કરી હતી. યુએસમાં હાલ આ ડ્રગની આખરી તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને તે ક્યારે ભારતમાં કે અન્યત્ર વાપરવા માટે ઉપલબ્ધ બનશ તે નક્કી નથી. મર્કે આ દવા રીજબેક બાયોથેરેપ્યુટિક્સ સાથે મળીને વિકસાવી છે.

(સંકેત)