Site icon Revoi.in

જો બાયડને ચીન પર સાધ્યું નિશાન, કહ્યું – આ કારણે ચીન તાલિબાનને કરી રહ્યું છે મદદ

navbharattimes.indiatimes.com

Social Share

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ચીન પર નિશાન સાધ્યું છે. જો બાયડને ચીનની તુલના પાકિસ્તાન સાથે કરી છે.

એક સંમેલનમાં બાયડને કહ્યું કે, ચીનને તાલિબાનની સાથે એક સમસ્યા છે. આ કારણ છે કે તાલિબાનની સાથે કેટલીક વ્યવસ્થા કરવા પ્રયાસ કરી રહ્યું છે. જેવું પાકિસ્તાન કરે છે તેવું જ રશિયા અને ઇરાન કરે છે.

અમેરિકી રાષ્ટ્રપતિનું નિવેદન એ સમયે બહાર આવ્યું છે જ્યારે તાલિબાને નવી સરકારની ઘોષણા કરી છે. આ કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નથી મળ્યું. અમેરિકા નવા મંત્રીમંડળના ગઠનને લઇને પણ ચિંતિત છે. તેને એ ખબર છે કે ચીન નવા તાલિબાન શાસનને પોતાના સહયોગીઓમાંથી એકને ત્યાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

કાબુલના પતનની પહેલા જ ચીને તાલિબાનને યુદ્વગ્રસ્ત રાષ્ટ્રના વૈધ શાસકના રૂપમાં માન્યતા આપવાની તૈયારી કરી દીધી હતી. આ ઉપરાંત અશરફ ગની શાસન પાડવાના કેટલાક સપ્તાહ પહેલા ચીની વિદેશ મંત્રી વાંગ યીના ગ્રુપની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસિત કરવા માટે મુલ્લા અબ્દુ ગની બરાદર સાથે મુલાકાત કરી હતી.

બાયડન પ્રશાસનની પાસે ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ દ્વારા રાખવામાં આવેલા અફઘાની સોના, રોકણ અને વિદેશી મુદ્રા ભંડારની જારી કરવાની કોઈ હાજર યોજના નથી. ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબ્જા બાદ આને ફ્રીજ કરી દેવામાં આવ્યા હતા. જો કે રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે જો ચીન, રશિયા અને કોઈ અન્ય દેશ તાલિબાનને ધન પુરુ પાડવાનું ચાલુ રાખશે તો તાલિબાનને આ આર્થિક લાભની વધારે જરુર નહીં પડે.