Site icon Revoi.in

જો બિડેને આપ્યું વચન, રાષ્ટ્રપતિ બનીશ તો H-1B વિઝાના નિયમો હળવા કરીશ

Social Share

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી હવે નજીક આવી રહી છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ માટેના ઉમેદવાર તરીકે જો બિડેન છે. જો બિડેને વચન આપ્યું છે કે જો તેઓ રાષ્ટ્રપતિ બનશે તો H-1B વિઝાના નિયમોને વધુ હળવા કરશે.

વિપક્ષ ડેમોક્રેટ્સની કમાન સંભાળી રહેલા જો બિડેને ખાસ કરીને અમેરિકન-ભારતીય નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને આ વચન આપ્યું છે. તે ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે જો તેઓની જીત થશે તો ભારત સાથેના સંબંધોને વધુ ધનિષ્ઠ બનાવવામાં આવશે. ભારત હાલ જે પણ સમસ્યાઓ કે પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં અમેરિકા દરેક રીતે સહાયરૂપ બનશે.

આપને જણાવી દઇએ કે 3 નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ વચ્ચે વિપક્ષ ડેમોક્રેટ્સનું સંચાલન હવે જો બિડેન કરી રહ્યા છે. બિડેને કહ્યું હતું કે 15 વર્ષ પહેલા મે ભારત સાથેની એટમી ડીલને ફાઇનલ કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

મહત્વનું છે કે, બિડેન અગાઉ ઓબામાં સરકારમાં ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. બિડેને કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બની જઇશ તો ભારત અને અમેરિકા પહેલા જેવા મિત્ર દેશ બનીને રહેશે અને વિઝા સહિતના જે પણ વિવાદો અને અડચણો છે તેને દૂર કરવામાં આવશે.

(સંકેત)