Site icon Revoi.in

અફઘાનિસ્તાન: કાબુલમાં થયા શ્રેણીબદ્વ બોમ્બ ધડાકા, 5નાં મોત, 21થી વધુ ઇજાગ્રસ્ત

Social Share

કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે શ્રેણીબદ્વ બોમ્બ ધડાકા થયા છે. જેણે કારણે આખુ શહેર હચમચી ચૂક્યું છે. આ બ્લાસ્ટ શહેરની વચ્ચો વચ આવેલા ગીચ વિસ્તારમાં થયો છે. કાબુલના ઉત્તરી વિસ્તારમાં થયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હોવાની સંભાવના છે. અફઘાનિસ્તાનના કાબુલમાં 14 જેટલા રોકેટ લૉન્ચર છોડવામાં આવ્યા છે. જેના કારણે 5 લોકોના મોત થયા છે અને 21થી વધારે ઘાયલ થયા છે.

જો કે આ મમલે હજુ કોઇની પ્રતિક્રિયા સામે નથી આવી. આંતરિક મંત્રાલય અનુસાર બે નાના સ્ટિકી બોમ્બના ધમાકા થયા હતા. જેમાંથી એકમાં પોલીસની કારને નિશાનો બનાવવામાં આવી હતી. તેમાં એક પોલીસકર્મીનું મોત થયું છે અને અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા છે.

આ બ્લાસ્ટને લઇન કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે આ તસવીરની સત્યતા અંગે હજુ કોઇ પુષ્ટિ થઇ નથી. આ બ્લાસ્ટ અમેરિકી વિદેશી મંત્રી માઇક પોમ્પિયો અને તાલિબાન અને કતાર ખાડી રાજ્યની અફગાન સરકારની બેઠક પહેલા થયો છે.

નોંધનીય છે કે તાલિબાને શપથ લીધા છે કે તેઓ યુ.એસ. વીથડ્રોવલ ડીલ હેઠળ કોઇપણ શહેરી વિસ્તારો પર હુમલો કરશે નહીં, પરંતુ કાબુલ વહીવટીતંત્રે તેમના બળવાખોરો અથવા તેમના સમર્થકો પર કાબુલમાં તાજેતરના હુમલાઓનો આરોપ લગાવ્યો છે.

(સંકેત)