Site icon Revoi.in

ભાવિ અંતરીક્ષ પ્રોજેક્ટ માટે નાસાની તૈયારી, હવે ચંદ્રની માટી ખરીદવાની યોજના ઘડી

Social Share

નાસાએ હવે એક મોટો નિર્ણય લીધો છે. નાસાએ એલાન કર્યું છે કે તે ચંદ્રના પહાડોને ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવા માંગે છે. જેથી ચંદ્ર પર ખોદકામ કરવાનું કાર્ય શરૂ કરી શકાય. અવકાશી સંસ્થા કંપની પાસેથી પ્રસ્તાવ મંગાવી રહી છે કે રોવર્સનો ઉપયોગ કરીને ચંદ્ર પરની માટી અને પથ્થરને કેવી રીતે એકત્ર કરશે. નાસા 50 થી 500 ગ્રામના નમૂના ખરીદવા માટે 15,000 અને 25,000 ડોલર સુધીની રકમ ચૂકવશે.

નાસાના આ પગલાંથી અંતરિક્ષ વ્યાપાર માટે ખોદકામ કાર્ય કેવી રીતે શરૂ કરવું, તેના માટે શરૂઆતના સિદ્વાંતોની સ્થાપના કરવામાં મદદ મળશે. જ્યારે આ પગલાંથી ભવિષ્ય માટેના અંતરીક્ષના પ્રોજેક્ટ માટે મદદ મળશે.

નાસા ઇચ્છે છે કે, વર્ષ 2024 પહેલા આધિપત્ય અને તેનું હસ્તાંતરણ થાય કારણ કે આ દરમિયાન માનવીઓ ફરીથી ચંદ્રની સપાટી પર ઉતરવાની યોજના બનાવી રહ્યા છે. કંપનીઓ ચંદ્રની સપાટી પર ચંદ્રની ધુળ અને પહાડોને એકત્ર કરવી પડશે. જો કે તેમણે પૃથ્વી પર ફરી પાછું મોકલવું પડશે નહીં. પ્રત્યેક કંપનીએ તેમના દ્વારા એકઠા કરેલા નમુનાનો ફોટો નાસાને મોકલવો પડશે.

એમના સિવાય, આ નમુનાને ક્યાંથી એકઠા કર્યા અને તેના સંબંધિત ડેટા પણ સ્પેસ એજન્સીને આપવાના રહેશે. નમુનાના વજન 50 થી 500 ગ્રામની વચ્ચે હોવા જોઇએ અને ભવિષ્યના મિશન દ્વારા સંગ્રહ કરવા માટે તેયાર કરવુ પડશે. નાસા ત્યારબાદની તારીખમા તેના સંગ્રહ માટે યોજના બનાવશે.

(સંકેત)