Site icon Revoi.in

ફ્રાંસની આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક, 50 આતંકીઓનો ખાત્મો

Social Share

બામાકો: ફ્રાંસે પશ્વિમ આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક કરી છે. આ એર સ્ટ્રાઇકમાં 50 આતંકીઓનો ખાતમો બોલી ગયો છે.

આ અંગે વિગતો આપતા ફ્રાંસ સરકારે કહ્યું હતું કે શુક્રવારે માલીના સરહદી વિસ્તારોમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે મિરાજ લડાકૂ વિમાનો અને એક હથિયારોથી સજ્જ ડ્રોનને ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા આ વિસ્તારમાં મોટર સાયકલના મોટા કાફલાને સ્પોટ કરવામાં આવ્યો હતો અને એ પછી ઓપરેશન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આતંકીઓ ડ્રોનથી બચવા માટે ઝાડ નીચે છુપાવાની કોશિશ કરી રહ્યા હતા.

આ પછી મિરાજ લડાકૂ વિમાનો અને મિસાઇલથી સજ્જ ડ્રોનને એટેક માટે મોકલવામાં આવ્યું હતું. જેમણે આતંકીઓ પર મિસાઇલ્સ અને બોમ્બ વરસાવ્યા હતા. જેમાં 50 આતંકીઓ માર્યા ગયા હોવાનો અંદાજ છે. ઘણા હથિયાર પણ કબ્જે કરાયા છે અને કેટલાક આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્રાંસની સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ આતંકીઓ સેના પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ફ્રાંસ દ્વારા ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને પણ નિશાન બનાવાઇ રહ્યા છે. આ માટે ફ્રાંસના 30000 જવાનો કાર્યરત છે. ફ્રાંસની આ એ સ્ટ્રાઇક અલ કાયદાના આતંકી જુથ અંસાર ઉલ ઇસ્લામ માટે ઝાટકો પૂરવાર થયો છે.

મહત્વનું છે કે, માલીમાં શાંતિ સ્થાપિત કરવા માટે યુએન દ્વારા 13000 સૈનિકોની તૈનાતી કરવામાં આવી છે. જેમાં 5100 સૈનિકો ફ્રાંસના છે. માલીમાં છેલ્લા 8 વર્ષથી વિદ્રોહના કારણે લોહીયાણ સંઘર્ષ ચાલી રહ્યો છે.

(સંકેત)

Exit mobile version