Site icon Revoi.in

વર્ષ 2020ની અંતિમ ઉલ્કા વર્ષા ‘જેમિનિડસ’ 7 થી 16 ડિસેમ્બર દરમિયાન માણી શકાશે

Social Share

કેલિફોર્નિયા: વર્ષ 2020ની અંતિમ ઉલ્કા વર્ષા તમે 7 થી 16 ડિસેમ્બર દરમિયાન નરી આંખે નિહાળી શકો છો. ખગોળશાસ્ત્રીઓને દર વર્ષે ડિસેમ્બર મહિના દરમિયાન આ જેમિનિડસ ઉલ્કા વર્ષા માટે ઘણી જ ઉત્સુકતા અને આતુરતા હોય છે. આ ઉલ્કાવૃષ્ટિ એસ્ટ્રોઇડના કારણે થાય છે.

આપને જણાવી દઇએ કે ઉલ્કા વર્ષા કલાકમાં 10 થી 15 અને વધુમાં વધુ 100 જેટલી વાર થાય છે. આ દરમિયાન આકાશમાં દિવાળીની આતશબાજી દેવા દ્રશ્યો જોવા મળે છે અને તેને નિહાળવાનો લહાવો યાદગાર રહે છે. જો જેમિનિડસ ઉલ્કાવર્ષા નિહાળવી હોય તો 13 અને 14 ડિસેમ્બર શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરી આંખે આકાશમાં સ્પષ્ટ નજારો જોઇ શકાય છે.

આપને જણાવી દઇએ કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. ઉલ્કાવર્ષા જોવા માટે ઉત્તર, પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. ખગોળપ્રેમીઓ આનો નજારો માણવા માટે દરિયાકિનારે, પર્વતીય-ખડકાળ, નીર્જન સ્થળને પસંદ કરે છે.

તેની ઝડપ વિશે વાત કરીએ તો તે પ્રતિ સેકન્ડ 35 કિલોમીટરથી વધીને 130 કિલોમીટર રહેશે. જેમિનિડસ ખૂબ ચળકાટ ધરાવવાની સાથોસાથ ફાયરબોલમાં ફેરવાઇ જાય છે. ઉલ્કા વર્ષા પીળા, લીલા, વાદળી એમ વિવિધ રંગોમાં જોઇ શકાય છે.

(સંકેત)