Site icon Revoi.in

ભારત થયું ગૌરવાન્તિત! TIMEની પ્રથમ ‘કિડ ઑફ ધ યર’ બની ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ

Social Share

ન્યૂયોર્ક: ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવે ભારતને ગૌરવ અપાવ્યું છે. ભારતીય મૂળની 15 વર્ષીય અમેરિકન કિશોરી ગીતાંજલિ રાવને તેના શાનદાર કાર્ય માટે ટાઇમ મેગેઝિનએ સૌ પ્રથમ ‘કિડ ઑફ ધ યર’ના ટાઇટલથી સન્માનિત કરી છે. તે એક મેઘાવી યુવા વૈજ્ઞાનિક અને ઇન્વેન્ટર છે. ગીતાંજલિએ ટેક્નોલોજીનો સદુપયોગ કરીને દુષિત પેયજળથી લઇને અફીણની લત અને સાઇબર ફ્રોડ જેવા મુદ્દાઓના ઉકેલના મામલામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. ટાઇમે કહ્યું હતું કે આ દુનિયા એ લોકોની છે જે તેને આકાર આપે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટાઇમના પ્રથમ Kid Of the Year માટે 5000થી વધુ દાવેદારોમાંથી ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. ટાઇમ સ્પેશલ માટે અભિનેત્રી અને સામાજીક કાર્યકર્તા એન્જલીના જોલીએ તેની સાથે ઇન્ટરવ્યૂ કર્યો. ગીતાંજલિએ કોલેરૈડો સ્થિત પોતાના ઘરથી જોલી સાથે ડિજીટલ માધ્યોમથી કરવામાં આવેલી વાતચીત દરમિયાન પોતાની પ્રક્રિયા વિશે જણાવ્યું કે, અવલોકન કરો, વિચારો, રિસર્ચ કરો, નિર્મિત કરો અને તેને દર્શાવો. દરેક સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ ન કરો, પરંતુ તેની પર ધ્યાન કેન્દ્રિત કરો જે આપને પ્રેરે છે. જો હું આ કરી શકું છું તો કોઇપણ આ કરી શકે છે.

ગીતાંજલિએ ઉમેર્યું હતું કે, તેની જનરેશન અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે જે પહેલા ક્યારેય સામે નથી આવી. પરંતુ તેની સાથે અમને જૂની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે જે હજુ પણ અડચણરૂપ છે. જેમકે અમે અહીં એક નવી વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યા છીએ અને અમે હજુ પણ માનવાધિકારોના મુદ્દાનો સામનો કરી રહ્યા છીએ. હવે જળવાયુ પરિવર્તન અને સાઇબર અટેક જેવી માનવનિર્મિત સમસ્યાઓનો ઉકેલ હવે ટેક્નોલોજીના માધ્યમથી લાવવાનો છે.

(સંકેત)