Site icon Revoi.in

અમેરિકાની સરકાર સહિત 48 રાજ્યોએ ફેસબૂક વિરુદ્વ કર્યો કેસ, જાણો શું છે કારણ

Social Share

કેલિફોર્નિયા: દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક સંકટમાં મૂકાયું છે. હકીકતમાં અમેરિકાની સરકાર અને 48 રાજ્યોએ ફેસબૂકની વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. કંપની પર પ્રતિસ્પર્ધાત્મક આચરણ, બજાર શક્તિનું એકાધિકાર અને નાના પ્રતિયોગીઓને કચડવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ફેડરલ ટ્રેડ કમિશન અને 48 સ્ટેટ એટોર્ની જનરલ દ્વારા બુધવારે કંપની પર કેસ ચલાવવાના નિર્ણય બાદ તરત જ સ્ટોક એક્સચેન્જમાં ફેસબૂકના શેરમાં ગાબડુ જોવા મળ્યુ હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સના નેતૃત્વવાળા ગઠબંધને આરોપ લગાવ્યો હતો કે ફેસબૂકે પોતાના એકાધિકાર માટે પ્રતિસ્પર્ધાને ખતમ કરવા માટે એક વ્યવસ્થિત રણનીતિ બનાવી છે. તેમાં 2012માં પ્રતિદ્વંદી ઇન્સ્ટાગ્રામનું અધિગ્રહણ, મોબાઇલ મેસેજિંગ એપ વોટ્સએપનું અધિગ્રહણ અને સોફ્ટવેર ડેવલપર્સ પર વિરોધી પ્રતિસ્પર્ધાત્મક પરિસ્થિતિઓ સામેલ છે.

જો કે કેસનો વિરોધ કરતાં ફેસબૂકના વાઇસ પ્રેસિડેન્ટ જેનિફર ન્યૂસ્ટેડે તેને સંશોધનવાદી ઇતિહાસ ગણાવ્યો. આ કેસનો ઉદ્દેશ્ય ફેસબુકના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના પૂર્વ અધિગ્રહણોને સામેલ કરવા અને ફેસબુકના વિરોધી પ્રતિસ્પર્ધાત્મક પ્રથાઓને સામેલ કરવાથી રોકવાનું સામેલ છે. ફરિયાદ અનુસાર ફેસબુક દુનિયાની અગત્યની પર્સનલ સોશિયલ નેટવર્કિંગ સેવા છે અને અંગત સામાજિક નેટવર્કિંગ સેવાઓ માટે એબ બજારમાં એકાધિકાર શક્તિ છે.

આવી પરિસ્થિતિનું નિર્માણ કરીને ફેસબુકે ચોંકાવનારો નફો રળ્યો છે. માત્ર 2019માં જ ફેસબુકે 70 બિલિયન અમેરિકન ડૉલરથી વધુનું રેવન્યૂ અને 18.5 બિલિયન અમેરિકન ડૉલરથી વધુનો નફો થયો. કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફેસબુકે પોતાના વર્ચિસ્વ માટે સંભવિત પ્રતિસ્પર્ધી ખતરાઓને ટાર્ગેટ કર્યા.

(સંકેત)