Site icon Revoi.in

જો બાઇડને લૉઇડ ઓસ્ટિનને કર્યા પસંદ, અમેરિકાને મળશે પહેલા બિનગોરા સંરક્ષણ પ્રધાન

Social Share

વૉશિંગ્ટન: અમેરિકાને હવે પહેલા બિનગોરા સંરક્ષણ પ્રધાન મળવા જઇ રહ્યા છે. અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડેમોક્રેટ જો બાઇડને અમેરિકી લશ્કરના નિવૃત્ત વડા જનરલ લૉઇડ ઓસ્ટિનને પોતાના સંરક્ષણ પ્રધાન તરીકે પસંદ કર્યા છે. લૉઇન ઓસ્ટિન રૂપે અમેરિકાને તેના ઇતિહાસમાં પ્રથમ વાર બિનગોરા સંરક્ષણ પ્રધાન મળશે.

અમેરિકામાં છેલ્લા થોડાક સમયથી પોલીસ અને બિનગોરી વસતી વચ્ચે અથડામણના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આ પસંદગીથી બિનગોરી વસતી રાજી થશે એવી બાઇડનની ધારણા હોય તો નવાઇ નહીં. જનરલ ઑસ્ટિન પહેલા એવા લશ્કરી વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં શૌર્ય અને બહાદુરી દર્શાવી હોય અને નિવૃત્ત થયા બાદ સંરક્ષણ પ્રધાન બન્યા હોય.

જનરલ લૉઇડ એવા પ્રથમ બિનગોરી વ્યક્તિ છે જેણે લડાઇના મેદાનમાં એક આખા વિભાગનું નેતૃત્વ સંભાળ્યું હોય. મંગળવારે સવારે લોઇડના નામનો અણસાર આપવામાં આવ્યો હતો. જનરલ લૉઇડ વર્ષ 2016માં અમેરિકી લશ્કરના સેન્ટ્રલ ઇન કમાન્ડની પોસ્ટ પરથી નિવૃત્ત થયા હતા.

નોંધનીય છે કે અગાઉ ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના એક સાથીદારનું નામ સામે આવ્યું હતું પરંતુ પાછળથી એ નામ પડતું મૂકાયું હતું અને જનરલ લૉઇડની પસંદગી કરવામાં આવી હતી.

(સંકેત)