Site icon Revoi.in

આ શું થયું? કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં આવેલી મહિલા લપસી અને હવામાં લટકી ગઇ, અને પછી થયું આવું, જુઓ વીડિયો

Social Share

નવી દિલ્હી: આજકાલ વધતા શહેરીકરણની સાથોસાથ મોટા ભાગના શહેરોમાં બહુમાળી અને તોતિંગ ઊંચાઇ ધરાવતી ઇમારતો જોવા મળે છે. જો કે આ તોતિંગ ઇમારતોની બાલ્કનીમાંથી પડી જવાની ઘટનાઓ બનતી હોય છે તેથી અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. આવી જ એક ઘટના ચીનમાં બની છે. જ્યાં એક વૃદ્વ મહિલા કપડાં સૂકવવા માટે બાલ્કનીમાં ગઇ ત્યારે 19માં માળેથી લપસી પડી હતી.

એક 82 વર્ષીય મહિલા ચીનમાં એક ઇમારતના 19માં માળેથી લપસી પડ્યા બાદ કપડાંના રેક સાથે ઉલ્ટી લટકેલી જોવા મળી હતી. અહેવાલ અનુસાર મહિલા દક્ષિણ ચીનના જિયાંગ્સુ પ્રાંતના યંગ્ઝહોમાં પોતાના ફ્લેટના 19માં માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી. તે સમયે આ ઘટના ઘટી હતી.

જુઓ વીડિયો

આ વીડિયોમાં જોઇ શકાય છે કે બંને પગ 18માં માળની બાલ્કનીમાં કપડાં સૂકવવાની રેક પર ફસાયેલા હતા અને બોડી 17માં માળની બાલ્કની સુધી લટકેલું હતું. મહિલાને બચાવવા માટે ફાયરબ્રિગેડના કર્મીઓ તરત ઘટના સ્થળે દોડી ગયા હતા. બચાવ ટૂકડીએ મહિલાને 18માં અને 17માં માળે પકડી લીધી અને એક સુરક્ષા દોરડું બાંધી દીધું. 18માં માળે કર્મચારીઓએ વૃદ્વાને ઉપર ખેંચી અને તે સમયે 17માં માળ પર હાજર લોકોને તેને ઉપર ઉઠાવી લીધી હતી. આ રીતે તેનું રેસ્ક્યૂ કરાયું હતું. સદનસીબે કોઇ ઇજા થઇ નથી.

ઘટનાની તપાસમાં એ વાતની પુષ્ટિ થઈ કે જ્યારે તે બાલ્કનીમાંથી પડી ત્યારે કપડા ધોઈ રહી હતી. આ બધા વચ્ચે વીડિયો વાયરલ થયો અને લોકોએ મહિલાને બચાવવા બદલ ફાયરકર્મીઓની પ્રશંસા કરી.