Site icon Revoi.in

તાલિબાનીઓએ ભારતીય કોઑર્ડિનેટરને છોડી મૂક્યો, તમામ ભારતીયો સુરક્ષિત

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર સતત વધી રહ્યો છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohibનું અપહરણ કર્યું છે. તેઓ કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયા હતા. આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો છે. સૂત્રોના હવાલા પાસેથી માહિતી મળી છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલ્દીથી આ ભારતીયોને એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેના સંપર્કમાં છે. હવે એવા પણ ખબર છે કે આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો છે.

તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર પાસે આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પૂછી. ત્યારબાદ તેને થપ્પડ મારવા લાગ્યા. પછી આતંકીઓએ તેમનો મોબાઇલ છીનવી લીધો. ત્યારથી ભારતીય કોઓર્ડિનેટરનો ફોન સ્વિચઑફ છે.

ભારતીય વાયુસેનાનું C17 ગ્લોબ માસ્ટર રાતથી કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત છે. પરંતુ ભારે ભીડના કારણે ભારતીયો એરપોર્ટમાં એન્ટ્રી લઇ શક્યા નહીં. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને સોંપી છે.

આ બધા વચ્ચે હક્કાની નેટવર્કનો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યો. તેના ઉપર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ રાખ્યું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેની પ્રાથમિકતા છે.

Exit mobile version