Site icon Revoi.in

મણીપુરમાં ફરી આગામી 5 દિવસ માટે ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવાયો

Social Share

ઈમ્ફાલઃ મણીપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હિંસાનો દોર ચાલું છે મે મહિનાથઈ શરુ થયેલી હિંસાની અસર આજે પણ ઘણા વિસ્તારોમાં જોવા મળએ છએ છૂટી છવાયી હિંસાને લઈને રાજ્ય સરકાર દ્રાર સતત ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવાઈ રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ સુઘી ફરી ઈન્ટરનેટ પરનો પ્રતિબંઘ લંબાવી દેવાયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  મણિપુરમાં હિંસાની ઘટનાઓને જોતા પોલીસે રાજ્યમાં ઈન્ટરનેટ પ્રતિબંધ વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે. મણિપુરના ગૃહ વિભાગ દ્વારા શુક્રવાર ()ના રોજ જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 6 ઓક્ટોબરના રોજ પોલીસ મહાનિર્દેશકના પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળો સાથે અથડામણ, ચૂંટાયેલા સભ્યોના આવાસ પર ભીડ કરવાનો પ્રયાસ અને નાગરિક વિરોધ વગેરેને લગતી હિંસક ઘટનાઓ અંગે પોલીસ સ્ટેશનો સામે હજુ પણ જાણ કરવામાં આવી રહી છે.

આ સહીત આદેશ જારી કરી તેમાં કહેવામાં આવ્યું છે કે એવી સંભાવના છે કે કેટલાક અસામાજિક તત્વો મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ જાહેર ભાવનાઓને ભડકાવવા, નફરતભર્યા ભાષણ અને નફરતભર્યા વિડિયો સંદેશા પ્રસારિત કરવા માટે કરી શકે છે, જેનાથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બની શકે છે. જેને લઈને આ પર્તિબંઘ લંબાવાયો છે.

વઘુ માહિતી અનુસાર  ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસનિયમો 2007 ના નિયમ 2 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, મણિપુરના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં VPN દ્વારા મોબાઇલ ઇન્ટરનેટ/ડેટા સેવાઓને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આગામી 5 દિવસ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. આ

જાણકારી અનુસાર  સસ્પેન્શન ઓર્ડર 11 ઓક્ટોબરના રોજ સાંજે 7:45 વાગ્યા સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે કે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના પટસોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના ન્યૂ કિથેલમંબીમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ત્યાર બાદ ફરી રાજ્ય સરકાર દ્રારા આ આદેશ જારી કરાયો છે.