Site icon Revoi.in

IPS તપન ડેકા IBના નવા ચીફ બનશે,RAW ચીફ સામંતને ફરી એક્સ્ટેન્શન મળ્યું

Social Share

દિલ્હી:ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી તપન કુમાર ડેકાને ઈન્ટેલિજન્સ બ્યુરોના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.તપન કુમાર ડેકાને નવા ચીફ બનાવતા પહેલા ઈન્ટેલિજન્સ બ્યુરોમાં વિશેષ નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ભારત સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, IPS તપન કુમારને હોદ્દો ગ્રહણ કર્યાની તારીખથી બે વર્ષની મુદત માટે અથવા આગળના આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ સમયે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા સામંત ગોયલનો કાર્યકાળ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી તપન કુમારને શુક્રવારે ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેઓ હવે અરવિંદ કુમારનું સ્થાન લેશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ મહિનાના અંતમાં એટલે કે 30 જૂને પૂરો થાય છે.કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, તપન કુમાર હાલમાં બ્યુરોની ઓપરેશન્સ વિંગની જવાબદારી સંભાળી રહ્યા છે.તેમને બે વર્ષ માટે IBના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અગાઉ ગુરુવારે પંજાબના પૂર્વ પોલીસ મહાનિર્દેશક દિનકર ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના નવા મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુંબઈમાં 26/11ના હુમલા બાદ આતંકવાદ વિરોધી તપાસ એજન્સી (NIA)ની રચના કરવામાં આવી હતી.સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના મહાનિર્દેશક કુલદીપ સિંહને YC મોદીની નિવૃત્તિ પછી ગયા વર્ષે મે મહિનામાં NIAનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.