Site icon Revoi.in

શું તમારા ઈ-મેઈલ કોઈ બીજુ તો નથી જોઈ રહ્યું ને? આ રીતે કરો ચેક

Social Share

ઈમેઈલ એટલે કે ઈલેક્ટ્રોનિક મેઈલ જેને અત્યારના સમયનું સૌથી વધારે સુરક્ષિત ટેક્નોલોજી માનવામાં આવે છે જેમાં કરવામાં આવેલા મેસેજ તથા મહત્વની વાત એકદર સિક્રેટ રહે છે અને તેની કોઈને જાણ થતી નથી, પણ ક્યારેક ઈમેઈલ એકાઉન્ટ હેક થયા હોય તેવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે યુઝર્સને જાણ પણ થાય છે કે તેના મેઈલ કોઈ અન્ય વ્યક્તિ વાંચી રહ્યું છે, તો હવે પોતાના ઈમેઈલ એકાઉન્ટને આ રીતે વધારે સુરક્ષિત કરો અને સલામત રહો.

જો કોઈ અન્ય તમારા ઈમેઈલ વાંચી રહ્યું હોય, તો દેખીતી રીતે તેઓને તમારા એકાઉન્ટની ઍક્સેસ હશે. જ્યારે તમે અન્ય ઉપકરણ પર કોઈપણ Gmail એકાઉન્ટને ઍક્સેસ કરો છો ત્યારે તમને ચેતવણી સૂચના મળે છે. જ્યારે પણ તમને આવી સૂચના મળી હોય, ત્યારે સ્પષ્ટપણે સમજી લો કે કોઈના હાથે તમારા એકાઉન્ટનું ક્રેડેંશિયલ્સ લાગી ગયું છે.

આ માટે, તમારે તમારા એકાઉન્ટના સેન્ટ મેઇલ અને ડિલીટ કરેલા મેઇલને તપાસવાના રહેશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે કોઈએ તમારી જાણ વગર કોઈપણ ઈમેલ ડિલીટ કર્યો છે કે મોકલ્યો છે. બીજી રીત સેકેંડરી ઈમેલ એકાઉન્ટ બદલવાની છે.

આ સિવાય તમે તમારા ઈમેલ એકાઉન્ટ પર આઈપી એડ્રેસ એક્ટિવિટી પણ ચેક કરી શકો છો. જો તમે Google ની Gmail સેવાનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તે તપાસવું ખૂબ જ સરળ છે. તમારે સિંપલ લૉગિન કરવું પડશે અને પછી પેજના તળિયે સ્ક્રોલ કરવું પડશે. અહીં તમને ઈમેલ એકાઉન્ટ પરની છેલ્લી એક્ટિવિટી ટાઈમ અને આઈપી એડ્રેસની માહિતી મળશે.