Site icon Revoi.in

શું ગૂગલ પર તમારી માહિતી સ્ટોર થયેલી છે? તો હવે તેને પણ કરી શકાશે દૂર

Social Share

અત્યારના સમયમાં મોટાભાગના લોકોનો પોતાની માહિતીને ગૂગલમાં એડ કરતા હોય છે. તે લોકો માને છે કે ગૂગલમાં પોતાની માહિતીને સ્ટોર કરીને રાખવાથી આપણી ડિલીટ થઈ ગયેલી માહિતી પણ લાંબા સમય પછી પણ મળી રહે છે. આવામાં ક્યારેક લોકો ઈચ્છતા હોય છે કે પોતાની માહિતીને ગૂગલ પરથી હટાવી પણ તેમને આ વિશે જાણ ન હોવાના કારણે હટાવી શકતા નથી પણ હવે ચિંતિત થવાની જરૂર નથી કારણ કે હવે ગૂગલ પરથી પોતાની માહિતીને હટાવવી શક્ય છે.

જો કે, એવું નથી કે Google પર તમારાથી સંબંધિત માહિતી અગાઉ ડિલીટ કરી શકાતી નથી. પરંતુ તેનો વ્યાપ સીમિત હતો. એટલે કે, જો તમારા ક્રેડિટ કાર્ડથી સંબંધિત વિગતો અથવા બેંક વિગતો Google પર દેખાતી હોય, તો તેને દૂર કરી શકાય છે. પરંતુ હવે નવા અપડેટથી તમે ગુગલ પર ઘણું બધું દૂર કરી શકો છો. તમારી આવી કોઈપણ માહિતી દૂર કરવા માટે, તમારે Googleને એક ફોર્મના રૂપમાં અરજી કરવી પડશે.

સાયબર હેરેસમેન્ટ સંબંધિત માહિતીને દૂર કરવા માટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ શરતો પણ છે. જયારે ગુગલ તમારી રિકવેસ્ટ સ્વીકાર્યા બાદ તમારી માહિતી રીવ્યુ કરશે. પછી તે તમને નોટિફિકેશન મોકલશે કે તેણે તમારી અંગત માહિતી દૂર કરી છે કે નહિ.

ગૂગલે તાજેતરમાં તેમની એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ”ગૂગલ સર્ચનો મુખ્ય હેતુ બધાને માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. આ સાથે લોકોને એવા ટૂલ્સ પણ આપવાના છે જેના દ્વારા તેઓ તેમની સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતીને સુરક્ષિત રાખી શકે. એટલા માટે અમે અમારી પોલિસી અપડેટ કરી રહ્યા છીએ જેના પછી યુઝર્સને તેમની ઓનલાઈન ઉપલબ્ધતા પર વધુ નિયંત્રણ મળશે.”