Site icon Revoi.in

ઇઝરાયલ તરફથી આ ખતરનાક હથિયાર મળશે ભારતને, પાકિસ્તાન ચિંતામાં

Social Share

દિલ્લી: ભારતનો નજીકનો મિત્ર ઇઝરાયલ દેશના સંરક્ષણ ક્ષેત્રે મોટો ફાળો આપે છે. ઇઝરાયલ દરેક વખતની જેમ આ વખતે પણ બેંગલુરુમાં ચાલી રહેલી એરો ઇન્ડિયામાં ભાગ લઈ રહ્યું છે. એશિયાના આ સૌથી મોટા એર શોમાં દુનિયાભરના લડાકુ વિમાનો ઉપરાંત આ ટેકનોલોજી પણ પ્રદર્શિત થઈ રહી છે, જે દેશના સંરક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેલ છે.

ઇઝરાયેલે પોતાનું સૌથી ખતરનાક શસ્ત્ર સ્પાઇસ 250 ER આ એરો શોમાં પ્રદર્શન માટે મૂક્યું છે. ઇઝરાયલી કંપની રાફેલ દ્વારા સ્પાઇસ બનાવવામાં આવી છે.અને આ નવા બોમ્બની રેન્જ વધારીને 150 કિ.મી. સુધી કરવામાં આવી છે.

એરો ઇન્ડિયા શો દરમિયાન રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમો સ્પાઇસ બોમ્બનું નવું વર્ઝન બધાની સામે લાવ્યું છે. તેની યોજના વાયુસેનાને ઓફર કરવાની છે. નવો સ્પેસ બોમ્બ વધારાના ઇન્ટિગ્રેટેડ ટર્બોજેટ એન્જિન સાથે આવે છે. આ નવી સિસ્ટમ સ્પાઈસ બોમ્બ્સ, સ્પાઇસ 250, સ્પાઇસ 1000 અને સ્પાઇસ 2000 ગાઇડન્સ કિટ્સની રેન્જમાં સૌથી નાનો બોમ્બ છે.

આઈએએફએ આ બોમ્બનો ઉપયોગ 2019 માં બાલાકોટ હવાઈ હુમલો દરમિયાન કર્યો હતો. 23 ડિસેમ્બરે ઇઝરાયલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા એક ટવિટ કરવામાં આવ્યું હતું. આ ટવિટમાં રાફેલે માહિતી આપી હતી કે, તેણે એશિયન દેશ સાથે કરાર કર્યો છે.

આ કરાર બાદ આ દેશમાં બોમ્બ ગાઇડેન્સ કીટ, એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલો અને સોફ્ટવેર લેન્સ રેડિયો પૂરા પાડવામાં આવશે. કોઈ પણ દેશનું નામ કંપની દ્વારા કહેવામાં આવ્યું ન હતું કે, તેની કિંમત પણ આપવામાં આવી ન હતી.

જેનના ડિફેન્સ વિકલી દ્વારા આ ડીલની પુષ્ટિ કરવામાં આવી હતી. હવે એક ભારતીય મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલે આ સોદા અન્ય કોઈ દેશ સાથે નહીં પરંતુ તેના જૂના મિત્ર ભારત સાથે કરાર કર્યો છે.

એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એક્ચુઅલ કંટ્રોલ લાઇનને લઈને ચીન સાથે ચાલી રહેલા મુકાબલા બાદ ભારતે 200 મિલિયન કરોડના સોદા પર મહોર મારી દીધી છે. આ ડીલ શાંતિથી કરવામાં આવી છે. અને 2021 સુધીમાં બધી ચીજો ભારતને પહોંચાડવામાં આવશે. ડીલ બાદ ભારતીય વાયુસેનાને 200 સ્પાઇક લોગ રેંજ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલો પ્રાપ્ત થશે. અને સેનાને બીએનઇટી બ્રોડબેંક ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેકનિકલ રેડિયો મળશે.

સ્પાઇસ બોમ્બ એ જ ખતરનાક શસ્ત્રો છે. જેનો ઉપયોગ ફેબ્રુઆરી 2019 માં બાલાકોટ એર સ્ટ્રાઇકમાં કરવામાં આવ્યો હતો. આઈએએફના મિરાજ -2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જેશ-એ-મોહમ્મદના ટ્રેનીંગ કેમ્પને સમાપ્ત કરવા માટે આ સ્ટ્રાઇક કરી હતી.

-દેવાંશી