Site icon Revoi.in

ઈઝરાયલના રક્ષામંત્રી આવતા અઠવાડિયે ભારતની લેશે મુલાકાત – બન્ને પક્ષ વચ્ચેના સંબંધોની મજબૂતાઈ પર કરશે ચર્ચા

Social Share

દિલ્હીઃ- ઈઝરાયેલના સંરક્ષણમંત્રી બેની ગેન્ટ્ઝ આવતા અઠવાડિયે ભારતની મુલાકાતે આવનાર છે. ગેન્ટ્ઝ ભારત અને ઈઝરાયેલ વચ્ચેના ત્રણ દાયકાછી ચાલી આવતા રાજદ્વારી સંબંધોની મજબૂતાઈ અંગે  વિસ્તૃત ચર્ચા વિચારણાઓ કરશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગેન્ટ્ઝ 1 જૂને તેની યાત્રા પર રવાના થશે.

ઉલ્લેખનીય છે કે આ મુલાકાત માર્ચમાં થવાની હતી પરંતુ ઈઝરાયેલમાં કોરોનાના કેસમાં વધારો અને અનેક આતંકવાદી હુમલા બાદ આ યાત્રા રદ્દ કરવામાં આવી હતી, તાજેતરમાં જ ઈઝરાયેલના અલ-અક્સામાં હિંસા થઈ હતી જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.જેને લઈને હવે વાતાવરમ શઆંત થતા જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન આ મુલાકાતની શક્યતાઓ વર્તાઈ રહી છે

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને બુધવારે તેમની આ મુલાકાત અંગેની જાહેરાત કરવામાં આવી હતી, જોકે ગેન્ટ્ઝની ઑફિસે સફરની વિગતો જાહેર કરી ન હતી. પરંતુ કહ્યું કે તેઓ તેમના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે અને દસ્તાવેજ પર હસ્તાક્ષર કરશે.