Site icon Revoi.in

ઇઝરાયલી સૈનિકોએ હમાસના આતંકવાદીઓ પર હુમલો કરી બંધકોને છોડાવ્યા

Social Share

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યા બાદ આ યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈઝરાયેલે હવે હમાસ વિરુદ્ધ તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો છે.ઇઝરાયેલના વડા પ્રધાને જમીની યુદ્ધની તૈયારીની જાહેરાત કરતાની સાથે જ ઇઝરાયેલના સૈનિકોએ તરત જ પેલેસ્ટિનિયન વિસ્તારમાં ઘૂસીને તેમના પર હુમલો કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો. હવે IDFએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઇઝરાયેલના સૈનિકો હમાસના આતંકવાદીઓ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.

ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ઇઝરાયેલની સરહદ નજીક કિબુત્ઝ બેરીમાં આતંકવાદીઓને તેમના ઠેકાણા પર હુમલો કરીને અને તેના નાગરિકોને હમાસના બંધકોમાંથી બચાવીને માર્યા. IDFએ X પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે,આતંકવાદીઓને મારીને અને કિબુત્ઝ બેરીમાં નાગરિકોને બચાવવા માટે કામ કરી રહેલા IDFએ શાલડેગ યુનિટના લડાકુ સૈનિકોનોને આ પહેલા ક્યારેય જોયું નહીં હોય.ફૂટેજમાં તમે IDF ના સૈનિકોને આંતકવાદીઓના વાહન પર ગોળીબાર કરતાં જોઈ શકાય છે, જેમાં ચાલકનું મૃત્યુ થઈ જાય છે.આ કારણે વાહનનું કંટ્રોલ બગડી ગયું.આ પછી યુનિટના સૈનિકોએ ભાગવાની કોશિશ કરી રહેલા અન્ય આંતકવાદીને ઠાર માર્યા હતા.આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓની સાથે જ તમે IDF વિશેષ દળોને કિબુત્ઝ બીરીના રહેવાસીઓને બચાવતા જોઈ શકો છો.’

IDF એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈઝરાયેલી સેનાએ ટેન્ક અને પાયદળની મદદથી ઘણા ઓપરેટિવ યુનિટ્સને નિશાન બનાવ્યા અને હમાસના ઘણા લોન્ચ પેડ્સને પણ નષ્ટ કરી દીધા.તેણે ટ્વીટ કર્યું, ‘યુદ્ધના આગલા તબક્કાની તૈયારીમાં ઉત્તર ગાઝામાં આઈડીએફ ઓપરેશન કરી રહ્યું છે. IDF ટેન્કો અને પાયદળએ અનેક આતંકવાદી કોષો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ પોસ્ટ પર હુમલો કર્યો. સૈનિકો હવે ઇઝરાયેલના વિસ્તારમાં પરત ફર્યા છે.

Exit mobile version