Site icon Revoi.in

ઈસરોના રડાર ઈમેજિંગ પૃથ્વી નિરીક્ષણ સેટેલાઈટ RISAT-2Bનું સફળ પ્રક્ષેપણ

Social Share

શ્રીહરિકોટા: પીએસએલવી-સી46ને તેના 48મા મિશન માટે સવારે સાડા પાંચ વાગ્યે શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કરવામાં આવ્યું છે. પીએસએલવી-સી-46 દ્વારા આરઆઈએસએટી-ટુબીને લૉ અથ ઑર્બિટમાં સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ઈસરો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, અલગ થયા બાદ RISAT-2Bના સોલાર એરેને સ્વયંસંચાલિત રીતે અને ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ તથા કમાન્ડ નેટવર્ક (આઈએસટીઆરએસી)ને બેંગાલુરુમાં તેનાત કરવામાં આવ્યા છે. સાથે કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ઉપગ્રહને પોતાની આખરી પરિચાલન કક્ષામાં લાવવામાં આવશે.

ઈસરોએ શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ યાન પીએસએલવી-સી-46ની સાથે ભારતને દરેક મોસમમાં રડાર ઈમેજિંગ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ આરઆઈસેટ-2બીનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. આ પ્રક્ષેપણ બુધવારે સવારે સાડા પાંચ વાગ્યે કરવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું છે કે પીએસએલવી-46એ આરઆઈસેટ-ટુબીને પૃથ્વીની નીચલી કક્ષમાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યો છે. 

ઈસરો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, પીએસએલવી-સી6ને પોતાના 48મા મિશન પર સવારે સાડા પાંચ વાગ્યે અહીંથી 130 કિલોમીટરથી વધારે અંતરે આવેલા શ્રીહરિકાટોના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહનું વજન 615 કિલોગ્રામ છે અને તેને પ્રક્ષેપણની લગભગ 15 મિનિટ બાદ પૃથ્વીની નીચલી કક્ષમાં છોડવામાં આવ્યો હતો.આ સેટેલાઈટ ગુપ્તચર નિરીક્ષણ, કૃષિ, વન અને આફત પ્રબંધન સહયોગ જેવા ક્ષેત્રોમાં મદદ કરશે. ઈસરોના પ્રમુખ કે. શિવને સેટેલાઈટના સફલ લોન્ચિંગ બદલ ખુશી વ્યક્ત કરી છે.

ઈસરોના પ્રમુખે કહ્યુ છે કે મને એ જાણકારી આપતા બેહદ ખુશી છે કે પીએસએલવી-46નું લોન્ચિંગ સફળ રહ્યું. આ મોટી સિદ્ધિ છે. તેમમે આ મિશનમાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

તેમણે આ મિશનને ઘણું ઘણું મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. પ્રક્ષેપણ પહેલા તિરુપતિના પ્રસિદ્ધ ભગવાન વેંકટેશ્વર મંદિરમાં પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી. શિવને કહ્યુ છે કે આરઆઈસેટ-ટુબી બાદ, ઈસરો ચંદ્રાયાન-2 પર કામ કરશે. તેના 9 જુલાઈથી 16 જુલાઈ વચ્ચે પ્રક્ષેપણનો કાર્યક્રમ છે. ઈસરો 6 સપ્ટેમ્બર સુધીમાં ચંદ્રાયાન-2ના રોવરને ચંદ્રમાની સપાટી પર ઉતારવાને લઈને આશાન્વિત છે.