Site icon Revoi.in

ઓલિમ્પિકમાં ચોથા ક્રમે રહીને ખુશ થવું મુશ્કેલઃ અદિતિ અશોક

Social Share

દિલ્હીઃ ઓલિમ્પિક રમતમાં પહેલીવાર કોઈ ભારતીય ગોલ્ફર ચોથા ક્રમ સુધી પહોંચી શકી છે. પરંતુ મહિલા ગોલ્ફર અદિતિ અશોક મેડલ ચુકતા નીરાશ થઈ હતી. તેમજ કહ્યું હતું કે, કોઈ અન્ય ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાન ઉપર રહીને દુઃખ ના થતું, પરંતુ આ ઓલિમ્પિક છે અને અહીં ચોથા સ્થાન ઉપર રહીને ખુશ થવું શક્ય નથી. વ્યક્તિગત સ્ટ્રોક પ્લેમાં પ્રથલા 3 દિવસ જોરદાર પ્રદર્શનથી ટોપ ત્રણમાં રહેતી બેંગ્લુરુની 23 વર્ષીય ગોલ્ફર અંતિમ તબક્કામાં ચોથા ક્રમે પહોંચી હતી.

અદિતિએ જણાવ્યું હતું કે, હું સારુ રમી અને 100 ટકા પ્રયત્નો કર્યા હતા, મને લાગે છે કે, અંતિમ તબક્કામાં હું સારુ પ્રદર્શન કરી શકતી હતી. મારા પ્રદર્શનથી લોકોની આ રમત તરફ રુચી વધશે. કાશ હું મેડલ જીતતી, પરંતુ મને આશા છે કે, મારા પ્રદર્શનથી બધા ખુશ હશે. મને વિચાર્યું ન હતું કે, લોકો મને ટીવી ઉપર જોતા હશે. જ્યારે મે ગોલ્ફ રમવાનું શરૂ કર્યું ત્યારે વિચાર્યુ ન હતું કે ઓલિમ્પિકમાં રમીશ. ગોલ્ફ એ સમયે ઓલિમ્પિકનો ભાગ ન હતું.

દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોલ્ફર અદિતિના લખાણ કરીને ભવિષ્યને લઈને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિજીએ ટ્વીટ કર્યું હતું કે, સરસ રમી અદિતી અશોક, ભારતની વધુ એક દીકરીએ ઓળખ બનાવી, આજના ઐતિહાસિક પ્રદર્શનથી તમે ભારતીય ગોલ્ફને નવી ઉંચાઈ સુધી પહોંચાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, તમે ટોક્યો ઓલિમ્પિકમાં જોરદાર કૌશલ અને સંકલ્પ દેખાડ્યું, આપ મેડલથી દૂર રહી ગયા પરંતુ આપ કોઈ પણ ભારતીયથી ઘણા આગળ નીકળી ગયા છો. આપને ભવિષ્ય માટે શુભકામનાઓ.