Site icon Revoi.in

જીભ રોજેરોજ સાફ કરવી છે જરૂરી, આ છે કારણ

Social Share

દરેક લોકોએ શરીરની સફાઈ અને ચોખ્ખાઈ રાખવી જોઈએ, તેના પાછળ અનેક કારણ છે. એવુ કહેવામાં આવે છે કે શરીરમાં જે જગ્યાએ ગંદકી રહે છે તે જગ્યા પર અનેક પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. આવામાં વાત કરવામાં આવે જીભની સફાઈની તો, તેની પણ સફાઈ રાખવી જરૂર છે. તેની પાછળ પણ અનેક કારણ છે.

મોંની દુર્ગંધ બ્રશ કર્યા બાદ પણ નથી જતી તો તેનું કારણ ગંદી જીભ હોય શકે છે. જેના કારણે મોંમાં બેક્ટીરિયા રહી જાય છે. દરરોજ જીભની સફાઈ કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને સાથે જ ઓરલ હેલ્થ બને છે. સ્ટડી અનુસાર શ્વાસમાંથી આવતી દુર્ગંધના 50 ટકા કારણ જીભ પર જામેલા બેક્ટીરિયાનું પરત હોય છે. એટલા માટે દાંતની સફાઈની સાથે સાથે જીભની સફાઈ પણ જરુરી છે.

જો તમે રોજ જીભની સફાઈ નથી કરતા તો તેનાથી જીભ પર બનેલા ટેસ્ટ બડ્સ બ્લોક થવા લાગે છે. જેના કારણે ધીમે ધીમે આપને ટેસ્ટનો અનુભવ ઓછો થઈ જશે. જીભની નિયમિતથી સફાઈથી બેક્ટીરિયા જમા થઈ શકશે નહીં.

રોજ જીભની સફાઈ ન કરવાથી જામેલા બેક્ટીરિયા પેટમાં જાય છે અને કેટલાય પ્રકારના ઈંફેક્શન શરીરમાં થાય છે. રોજ જીભની સફાઈથી બેક્ટીરિયાને બહાર કરે છે. જેનાથી શરીરની અંદર ટોક્સિક પદાર્થ જમા થતો નથી અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી.