Site icon Revoi.in

પાકિસ્તાનની નાપાક હરકતઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા અઝહરે તાલિબાની નેતા બરાદર સાથે મુલાકાત કરી કાશ્મીર મામલે મદદ માંગી

Social Share

દિલ્હીઃ તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન પર કબજો મેળવીને તેઓ આતંકને અંજામ આપી રહ્યા છે.આ સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીમાં કબજાના સપના જોવાનું ફીરીથી શરૂ કર્યું છે. આ માટે તેણે પોતાની યોજનાઓને અમલમાં મૂકવાની  કવાયત હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મૌલાના મસૂદ અઝહરે અફઘાનિસ્તાનના કંધારમાં તાલિબાનના નેતા સાથે મનુુલાકાત કરી હતી.

મળતી માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં કાધાંરમાં જ હતા કે, જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. ભારતમાં અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર મસૂદે કાશ્મીરમાં પોતાની નાપાક યોજનાઓ ચલાવવા માટે તાલિબાનની મદદ માંગી છે.

મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મસૂદ અઝહર તાલિબાનની રાજકીય વિંગના પ્મુખ મુલ્લા અબ્દુલ ગની બરાદારને મળ્યો છે. મસૂદ અઝહરે કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદની પ્રવૃત્તિઓ ચલાવવા માટે તાલિબાનની મદદ માંગી છે. તાજેતરમાં, મસૂદ અઝહરે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા અંગે ખુશી વ્યક્ત કરી હતી. 16 ઓગસ્ટના રોજ ‘મંઝિલ કી તરાર’ નામની નોંધમાં મસૂદે અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનની સફળતાની પ્રશંસા કરી હતી.

ઉલ્લેખનીય છે કે,પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ હેડક્વાર્ટરમાં, જૈશ આતંકવાદીઓ વચ્ચે એક સંદેશ ફેલાવવામાં આવ્યો હતો કે જૈશે અફઘાનિસ્તાનમાં જીત માટે તાલિબાનને અભિનંદન આપ્યા હતા. તાલિબાન અને જૈશ-એ-મોહમ્મદ શરિયા કાયદા અંગે સમાન વિચારધારા ધરાવે છે. 1999 માં જેલમાંથી બહાર આવ્યા બાદ જૈશની રચના કરનાર મસૂદ અઝહરે ભારતમાં ઘણા આતંકવાદી હુમલા કર્યા છે. ત્યારે હવે તાલિબાનીઓને મળીને તેઓ કાશ્મીર મામલે મદદની માંગણી કરી રહ્યા છે.