Site icon Revoi.in

જમાત-એ-ઇસ્લામી હિંદનું મોટું નિવેદન – કોરોના વેક્સિન મુસ્લીમ માટે પણ યોગ્ય 

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાને લઈને હાહાકાર મચ્યો હતો ત્યાર બાદ હવે સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે આ સ્થિતિ વચ્ચે કોરોના વેક્સિનને પણ મંજુરી આપવામાં આવી છે ત્યારે આ પહેલા મુસ્લિમ લોકો કોરોનાની વેક્સિનને લઈને અનેક શંકાઓ વ્યક્ત કરતા હતા જો કે હવે તેમની તમામ શxકાઓ દુર થઈ છે. આ માટે જમાત એ ઈસ્લામ જમાત-એ-ઇસ્લામી હિંદ દ્રા એક ખાસ નિવેદન જારી કરવામાં આવ્યું છે.

કોરોનાની વેક્સિન અંગે મુસ્લિમ સમાજમાં અનેક અફવાો ફેલાઈ રહી હતી, જો કે હવે આ અફવાઓને દુર કરવા માટે મુસ્લિમ સંસ્થા આઘળ આવી છે, મુસ્લિમોની સૌથી મોટી મનાતી સંસ્થા જમાત-એ-ઇસ્લામી હિંદે એવી જાહેરાત કરી હતી કે કોરોનાની વેક્સિન મુસ્લિમો માટે પણ યોગ્ય અને સલામત છે.

કોરોના વેક્સિન અંગે ઈસ્લામ ધર્મમાં હરામ અને હલાલને લઈને અનેક અફવાએ જોર પકડ્યુ હતુ, ઘણા લોકો આ અફવાઓ ઈરાદા પૂબર્વક ફેલાવી રહ્યા હતા, જો કે હવે આ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે, સ્પષ્ટતા જમાત-એ-ઇસ્લામી હિંદ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બધી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ ,આ વેક્સિન તમામ માટે યોગ્ય છે.

જમાત-એ-ઇસ્લામી હિંદની શરિયા કાઉન્સિલના મહામંત્રી ડૉક્ટર રબી-ઉલ-ઇશ્લામ નદવીએ કહ્યું હતું કે. ઇસ્લામમાં કોઈ વસ્તુને હરામ ગણાવવામાં આવી હોય એને અન્ય વસ્તુમાં કે ચીજમાં ફેરવી નાખવામાં આવે અને જો માનવ જીવન બચી શકતું હોય તો એનો ઉપયોગ કરવામાં વાંધો નથી તે યોગ્ય છે. તેમણે કહ્યું કે, કટોકટીની સ્થિતિમાં હલાલ રસી ઉપલબ્ધ ન હોય તો  જીવને બચાવવા માટે હરામ વનેક્સિન લેવી યોગય છે.

ઉલ્લેખનીય છે કે ડુક્કર પ્રાણી મુસ્લિમ લોકોમાં હરામ ગણવામાં આવે છે,અને કોરોનાની વેક્સિનમાં ડુક્કરના રક્તનો ઉપયોગ થયો હોવાથી એ મુસ્લિમો માટે તે હરામ ગણાય છે, એવી અફવાો વહેતી થઈ હતી ત્યારે હવે ડૉક્ટર રબી-ઉલ-ઇશ્લામ નદવીનું આ નિવેદન લોકો માટે અસરકારક અને મહત્વનું બની રહેશે.

સાહિન-

Exit mobile version