Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: બારામુલામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ,સુરક્ષા દળોએ બે આતંકીઓને ઘેરી લીધા

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં શનિવારે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ.જેમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર શરુ છે.પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે,જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકવાદીઓની હાજરી મળી હતી, જેના પગલે સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.સ્થળને કોર્ડન કરવામાં આવી રહ્યું છે.હજુ સુધી બંને પક્ષે કોઈ જાનહાની થઈ નથી

આ પહેલા બુધવારે સવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના એન્કાઉન્ટરના સમાચાર હતા.દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.સુરક્ષાદળોના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટરની આ ઘટના કુલગામ જિલ્લાના યારીપુરાની હતી.

હકીકતમાં, સ્વતંત્રતા દિવસને લઈને સુરક્ષા દળો પણ સતર્ક છે.પાકિસ્તાન સાથેની સરહદે સુરક્ષાદળો દ્વારા સતર્કતા વધારી દેવામાં આવી છે.સુરક્ષા દળોએ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ કરી દીધી છે.જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ પણ વધી છે.