Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ,સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો

Social Share

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું આતંકવાદીઓ વિરૂદ્ધનું અભિયાન સતત ચાલું જ છે અને ફરી એક વખત સુરક્ષા દળોને આ અભિયાનમાં મોટી સફળતા હાથ લાગી છે.ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ પર કાર્યવાહી કરીને આર્મી, બીએસએફ અને પોલીસની સંયુક્ત ટીમે 15 થી 18 ઓગસ્ટ સુધી કુપવાડાના માછિલ સેક્ટરમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની પાસેથી પાંચ એકે રાઈફલ, સાત પિસ્તોલ, ચાર હેન્ડ ગ્રેનેડ અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી હતી. સુરક્ષા દળોએ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે. અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.

ઘાટીના સોપોર જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના બે OGWS (ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી પિસ્તોલ અને ગ્રેનેડના આઠ રાઉન્ડ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. આતંકીઓના મદદગારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.