Site icon Revoi.in

જાપાનમાં લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં લાગી ભીષણ આગ, સવાર હતા 379 પ્રવાસીઓ

Social Share

ટોક્યિો: જાપાનની રાજધાની ટોક્યિોના હેનેડા એરપોર્ટ પર એક પ્લેનમાં ભીષણ આગ લાગી. આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી. અત્યાર સુધી જે વીડિયો સામે આવ્યા છે, તેમા દેખાય રહ્યુ છે કે પ્લેનની બારીઓમાંથી બહાર આગની લપટો બહાર આવીરહી છે. આ આગને કારણે એરપોર્ટના રનવે પર પણ તીવ્ર પ્રકાશ દેખાય છે. જણાવાય રહ્યું છે કે આ વિમાન જાપાન એરલાયન્સનું હતું. બીબીસીના રિપોર્ટ પ્રમાણે, આ દુર્ઘટના એ સમયે સર્જાય, જ્યારે પ્લેન હેનેડા એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું. હોક્કાઈદોથી આ પ્લેન આવ્યું હતું.

જાપાની ઓથોરિટીઝનું કહેવું છે કે કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ સાથે કદાચ ટકરાયા બાદ પ્લેનમાં આ આગ લાગી હતી. જો કે આ દાવો પ્રારંભિક તપાસના આધારે જ કરાય રહ્યો છે. અત્યાર સુધી પાક્કા પાયે કંઈપણ કહી શકાય તેમ નથી. જાપાન એરલાયન્સના પ્રવક્તાનું કહેવું છે કે આ પ્લેન હોક્કાઈદોના શિન-ચિતોસે એરપોર્ટથી આવ્યું હતું અને તેમાં 300 પ્રવાસીઓ સવાર હતા. વિમાનમાં આગ એટલી ભીષણ હતી કે આખા એરપોર્ટમાં પીળી રોશની દેખાય. અત્યાર સુધી આ જાણકારી મળી શકી નથી કે આમા કોઈ ઘાયલ થયું છે કે નહીં. હનેદા જાપાનના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંથી એક છે.

જાપાન એરલાયન્સે જણાવ્યું છે કે વિમાનમાં સવાર તમામ 379 પ્રવાસીઓને બચાવી લેવાયા છે. પ્લેનમાં આગ બુઝાવવાની કામગીરી ત્યારે ચાલુ હતી. મોટી સંખ્યામાં એરપોર્ટ પર ફાયરબ્રિગેડના કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે. આ ઘટનાથી રનવે જ બ્લોક થઈ ગયો છે અને પછી એરપોર્ટમાં વિમાનોનું આવાગમન પણ રોકવામાં આવ્યું છે. વિમાનમાં આગ એટલી ભીષણ લાગી હતી કે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. જો કે બચાવકર્મીઓની સાવધાનીથી આ આગ અન્ય વિમાનો અથવા એરપોર્ટ પરિસર સુધી પેલાય નતી. સફળતાની વાત એ છે કે વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓને સુરક્ષિત ઉતારી લેવામાં આવ્યા છે.