Site icon Revoi.in

જસપ્રીત બુમરાહ એ રચ્યો ઈતિહાસ – ICC રેન્કિંગમાં નંબર વન ODI બોલર

Social Share

દિલ્હીઃ- જસપ્રિત બુમરાહ નામ કોઈની ઓળખનું મોહતાજ નથી, દેશ-વિદેશમાં તેમના ચાહકો જોવા મળે છે.ત્યારે હવે તેમણે એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી લીધી છે. જસપ્રિત બુમરાહે નવો રેકોર્ડ બનાવ્યો છે બુમરાહની બોલિંગ અનેક દિગ્ગજો પણ ફેલ છે.તેઓ શાનદાર બોલરમાં સમાવેશ પામ્યા છે.

જસપ્રીત બુમરાહ ટોપ બોલરોની યાદીમાં સામેલ થઈ ગયો છે.જસપ્રીત બુમરાહ હ બે વર્ષ બાદ ફરી વનડેમાં વિશ્વનો નંબર-1 બોલર બન્યો છે. આ મામલે તેણે બધાને પાછળ પછાળ્યા  છે. બુમરાહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવલ વનડેમાં તેના શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC એ  આજરોજ બુધવારે ODI ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં જસપ્રીત બુમરાહ 718 પોઈન્ટ સાથે નંબર-1 બોલર બની ગયા છે. તેમણે મંગળવાર 12 જુલાઈના રોજ રમાયેલી ઓવલ ODIમાં 19 રન આપીને 6 વિકેટ લીધી હતી.આ પ્રદર્શનને કારણે બુમરાહે પાંચ સ્થાનની છલાંગ લગાવી હતી.

T20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારનાર સૂર્યકુમાર યાદવે પણ બેટ્સમેનોની રેન્કિંગમાં મોટો ફરક કર્યો છે અને તે બેટ્સમેનોની રેન્કિંગમાં પાંચમા સ્થાને આવી ગયો છે. T20માં ટોપ 10માં ભુવનેશ્વર કુમાર એકમાત્ર બોલર છે.

ઉલ્લેખનીય છે કે જસપ્રીત બુમરાહ એ ત્રણ બોલરોમાંથી એક છે જે ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ટોપ 10 રેન્કિંગમાં છે. બુમરાહે આ મહિનાની શરૂઆતમાં ઈતિહાસ રચ્યો હતો કારણ કે તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા હતા.