- કર્મ ભગવાનને પણ માફ નથી કરતું
- માફ ભગવાન કરે છે, કર્મ નહીં
- આ રહ્યો તેનો વીડિયો
કર્મ એ એવી વસ્તું છે તે તો ભગવાનને પણ માફ કરતું નથી, આ વાતથી સૌ કોઈ જાણકાર હશે. આ વાતનું હવે એક જાગતું અને જીવતું ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળશે. વાત એવી છે કે વીડિયો જોવા એક વ્યક્તિ શ્વાનને હેરાન પરેશાન કરી રહ્યો છે. શ્વાન પર હેરાન પરેશાન થઈ રહ્યું છે તેવામાં અચાનક એક ગાય આવી જાય છે અને જે વ્યક્તિ શ્વાનને હેરાન કરી રહ્યો છે તેને ગાય શિંગડાથી મારે છે.
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021
માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ પણ બદલો લેવાનું જાણે છે. જ્યારે પણ કોઈ તેમને હેરાન કરે છે, ત્યારે તેઓ ગુસ્સે પણ થાય છે. ક્યારેક તેઓ પોતે બદલો ન લઈ શકતા હોય તો તેમના સાથીઓ બદલો લે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, તેને ઈન્સ્ટન્ટ રિઝલ્ટ કહેવાય. આવા લોકો સાથે આવું જ હોવું જોઈએ.!

