Site icon Revoi.in

ઝારખંડના CM ની જાહેરાતઃ મહિલા હોકી ટીમની રાજ્યની બન્ને ખેલાડીઓને 50-50 લાખ રુપિયાનું આપશે ઈનામ

Social Share

રાંચી – ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ ઝારખંડની બે ખેલાડીઓ,જેમાં એક સિમડેગાની સલિમા ટેટે અને બીજી મહિલા ખેલાડી  નિક્કી પ્રધાનને 50-50 લાખ રૂપિયા ઈનામ પેઠે આપવાની જાહેરાત કરી છે. હેમંત સોરેને શુક્રવારે કહ્યું હતું કે રાજ્યની હોકી ખેલાડીઓ સલિમા ટેટે અને નિક્કી પ્રધાનને ટોક્યો ઓલિમ્પિકમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે 50 લાખ રૂપિયા આપવામાં આવશ

મુખ્યમંત્રી સોરેને કહ્યું કે મેડલ ભલે ન લાવ્યા હોય, પરંતુ બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે ગ્રેટ બ્રિટન ટીમ સામે જે રીતે લડત આપી હતી તે ખરેખર પ્રશંસનીય  છે.ઇતિહાસ રચતી ભારતીય મહિલા હોકી ટીમનું પોતાનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું કારણ કે તેઓ બ્રોન્ઝ પ્લે-ઓફમાં ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગયા હતા, પરંતુ મજબૂત ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

સોરેને કહ્યું, ‘હું સમગ્ર ભારતીય મહિલા હોકી ટીમને સલામ કરું છું. ઝારખંડની દીકરીઓના વધુ સારા પ્રદર્શન માટે સરકાર તેના પહેલાના નિર્ણયમાં સુધારો કરશે અને દરેકને 50 લાખ રૂપિયાનું ઈનામ આપશે અને તેમના પૂર્વજોના મકાનોને પાક્કા મકાનોમાં રૂપાંતરિત કરશે.સિમડેગા જિલ્લાના બદકીચાપર ગામની સલિમા ટેટે (19) અને ખુંટીના હેસલ ગામની નિક્કી પ્રધાન (27) ટોક્યોમાં ઇતિહાસ રચનાર મહિલા હોકી ટીમનો ભાગ હતી. અને તેમણે ઈતિહાસ રચ્યો છે, શાનદાર પ્રદર્શન કરી દરશકોના પણ દીલ જીત્યા છે.

 

Exit mobile version