Site icon Revoi.in

ઝારખંડઃ મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીની હથિયાર સાથે ધરપકડ

Social Share

નવી દિલ્હીઃ ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પલામુ જિલ્લા હેઠળના મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના બેટાપથર ગામમાં, પોલીસે અંડરગ્રાઉન્ડ નક્સલવાદી સંગઠન ‘થર્ડ કોન્ફરન્સ પ્રેઝન્ટેશન કમિટી’ (TSPC) ના સ્વયંભૂ એરિયા કમાન્ડર રાજકુમાર ગંઝૂની હથિયાર સાથે ધરપકડ કરી હતી.

પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, રાજકુમાર ગંઝુ ઉર્ફે ગીરેન્દ્ર ઉર્ફે નીતીશને છેલ્લા 20 વર્ષથી પોલીસ શોધી રહી હતી. આ નક્સલી પહેલીવાર પોલીસની કસ્ટડીમાં આવ્યો છે. નક્સલવાદી પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે કારતુસ મળી આવ્યા હતા. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ નક્સલવાદી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 11 નક્સલવાદી ઘટનાઓને અંજામ આપવાના કેસ નોંધાયેલા છે. ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે. આ નક્સલી એક ઘરમાં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો અને રાત્રે તે ઘરમાં રોકાયો હતો, જેની બાતમી પોલીસને મળી હતી. દરમિયાન પોલીસે દરોડો પાડીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે નક્સલવાદીની પૂછપરછ આરંભી છે. તપાસમાં અન્ય નક્સલવાદીઓના નામ સહિતની માહિતી બહાર આવે તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.