Site icon Revoi.in

JIOની નવા વર્ષની ભેટ: તમામ નેટવર્ક પર ફ્રી માં થશે કોલ

Social Share

મુંબઈ: Jio તેના ગ્રાહકો માટે સસ્તા ડેટા અને કોલિંગ પેક્સ પ્રદાન કરે છે, નવા વર્ષ નિમિત્તે તેના યુઝર્સ માટે વધુ એક ભેટ લઈને આવી છે. 1 જાન્યુઆરીથી કંપની તેના તમામ ગ્રાહકો માટે ડોમેસ્ટિક કોલ્સ મફત કરવા જઈ રહી છે. Jio ગ્રાહકો વગર કોઈ ચાર્જ આપ્યા, ગમે ત્યાં અને કોઈ પણ નેટવર્ક પર મફતમાં કોલ કરી શકે છે.

Jio ની ફ્રી કોલિંગ સુવિધા સાથે ડોમેસ્ટિક કોલ્સ માટેની IUC પણ સમાપ્ત થઈ જશે. ઇન્ટરકનેક્ટ યુસેઝ ચાર્જ એક એવો ચાર્જ છે, જે એક ટેલિકોમ ઓપરેટર બીજી ટેલિકોમ કંપનીને આપે છે, જ્યારે કોઈ ગ્રાહક તેના ઓપરેટરથી બીજા ઓપરેટરના ગ્રાહકને ફોન કરે છે. બે જુદા -જુદા નેટવર્ક વચ્ચેના કોલ્સને મોબાઇલ ઓફ-નેટ કોલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Jio એ આ નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડોમેસ્ટિક કોલ્સ પર IUC ચાર્જ નાબૂદ કર્યા પછી લીધો છે. સપ્ટેમ્બર 2019 માં TRAI એ આ બિલના અમલ માટે ડેડલાઇનને લંબાવી હતી, ત્યારબાદ જિઓએ તેના યુઝર્સ પાસેથી પૈસા લેવાનું શરૂ કર્યું. આ સાથે કંપનીએ એમ પણ કહ્યું હતું કે, TRAI તરફથી આ નિયમ નાબૂદ કર્યા પછી તે આ ચાર્જ હટાવશે.