Site icon Revoi.in

દેશભરમાં કલાકો સુધી જીઓની સેવા રહી ઠપ – ગ્રાહકોને વેઠવી પડી મુશ્કેલી , અનેક ફરીયાદો બાદ ફરી સેવા શરુ

Social Share

દિલ્હીઃ- આજરોજ મંગળવારની સવારથી જીઓની સર્વિસ ઠપ થી હતી જેને લઈને અનેક ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર ફરીયાદ પણ કરી હતી કલાકો બાદ જો કે ફરીથી જીઓની સેવા શરુ થઈ હતી.

જીઓની સેવા ઠપ થતા ફોન કોલ્સ અને ઈન્ટરનેટમાં ઘણી મુશ્કેલીઓ સર્જાય હતી, દેશની અગ્રણી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની સેવાઓ ઠપ્પ થતાની સલાથે જ યુઝર્સને કોલિંગથી લઈને મેસેજિંગ સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.કેટલાક યુઝર્સનું કહેવું છે કે સોમવાર રાતથી જિયોની સેવાઓ બંધ જોવા મળી  છે.યૂઝર્સ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ પણ કરી રહ્યા છે. જો કે, વપરાશકર્તાઓ મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવા સક્ષમ છે.

ગઈકાલથી જ જીઓ યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક  યુઝરે આ વિશે લખ્યું છે કે, સવારથી તેના મોબાઈલ પર વોલ્ટેડ સિગ્નલ દેખાઈ રહ્યું નથી. જેના કારણે કોઈ ફોન રિસીવ નથી થઈ રહ્યો. આવી સ્થિતિમાં જ્યારે સામાન્ય કૉલ્સમાં સમસ્યા હોય ત્યારે તમે 5G સેવા કેવી રીતે પ્રદાન કરશો.આ રીતે કેટલાક લોકો જીઓ પર ભડકી પણ રહ્યા છે.

આજરોજ સવારથી  યુઝર્સ કોલ કરી શકતા નહતો કે રિસીવ કરી શકતા નહતો તેમજ SMS નો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ ઘણા યુઝર્સ કોલ કરી શકતા હોય છે. આ પહેલા પણ Jioની સેવાઓ અટકી ગઈ હતી, જેમાં યુઝર્સની કોલિંગ અને SMS સેવાઓ ત્રણ કલાક સુધી પ્રભાવિત થઈ હતી. જો કે, તે પછી પણ વપરાશકર્તાઓ મોબાઇલ ડેટા સેવાનો ઉપયોગ કરી શકતા હતા, ઉલ્લેખનીય છે કે  આજે સવારથી જ યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્વિટર પર યુઝર્સ આ અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ જીઓની સર્વિસને લઈને મીમ્સ પણ બનાવી શરે કરતા જોવા મળ્યા છે.