Site icon Revoi.in

કોરોનાના નિયમનું પાલન ન કરતા એક્ટ્રેસ ગોહરખાન સામે બીએમસી દ્રારા ફરીયાદ દાખલ કરાઈ

Social Share

મુંબઈ -જુના કોરોનાના રિપોર્ટ્સની તારીખ બદલીને અથવા તો પછી બીજા લોકોનો કોરોના રિપોર્ટ ફોટોશોપના મામધ્યમથી પોતાના નામે કરીને  મુંબઇ પહોંચેલા લોકોની શોધખઓળ મુંબઈ મહાનગર પાલવિકા દ્રારા કરવામાં આવી રહી છે,  ત્યારે ખોટા રિપોર્ટના મામલે મુંબઈ મહાનગર પાલિકાએ ગૌહર ખાન સામે એફઆઈઆર દાખલ કરી  છે

મુંબઈ શહેરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને ગૌહર ખાન પણ આને રોકવા માટેના અભિયાનના લક્ષ્યાંક પર આવી ગયા છે. ગૌહર ખાને હાલમાં જ વેબ સિરીઝ ‘તાંડવ’ માં કામ કર્યું છે.

બીએમસીએ કોરોનાના નિયમોનુ પાલન ન કરવા બદલ બોલિવુડ અભિનેત્રી ગોહર ખાન વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બીએમસી દ્વારાદાખલ કરાયો છે.

મળતી માહિતી મુજબ, અભિનેત્રી ગૌહર ખાન વિરુદ્ધ કોરાના મહામાપરીને અટકાવવા માટે જારી કરાયેલી માર્ગદર્શિકાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે,ગૌહર ખાનનો કોરોના રિપોર્ટ સકારાત્મક આવ્યો છે, તેમ છતાં તેમણે સહકાર ન આપ્યો અને બેદરકારી દાખવી હતી.ગોહર ખાનને ઘરમાં ક્વોરન્ટાઈન રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ બીએમસીને જાણકારી મળી કે તેઓ કોવિડ માટે બનાવવામાં આવેલા નિયમોનુ પાલન કરી રહ્યા નથી. જે બાદ બીએમસીની તપાસમાં જાણકારી મળી. બીએમસીએ પણ આ સોશિયલ મીડિયા હેન્ડલથી આ એફઆઇઆર ટ્વીટ કરી છે, જો કે તેમાં ગૌહર ખાનનું નામનો ઉલ્લેખ કરાયો નથી.