Site icon Revoi.in

 ટ્રમ્પના આદેશને જોબાઈડેને નકાર્યો – ટ્રમ્પે હટાવેલા યૂકે,આયરલેન્ડ અને બ્રાઝિલની યાત્રા પરના પ્રતિબંધ પર બાઈડેને લગાવી રોક

Social Share

વોશિંગટનઃ-  અમેરિકાની રાજનીતીમાં ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી વિવાદ અને ચર્ચાનો વિષય રહ્યા છે, સોમવારના રોજ યુ.એસ.માં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 24 મિલિયનને વટાવી ચૂકી છે. સ્થિતિ આટલી ગંભીર હોવા છત્તા આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશ જારી કર્યો છે.

હુકમ પ્રમાણે  બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ પરની મુસાફરી પરના પ્રતિબંધ હટાવવામાં આવશે. આ આદેશો 26 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવનાર હતા. આ પ્રતિબંધો મહામારીને કારણે લાદવામાં આવ્યા હતા. જો કે, ટ્રમ્પના આ આદેશ બાદ ટૂંક સમયમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે જણાવ્યું હતું કે મુસાફરી પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં.

ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા  આદેશ મુજબ, હું ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણ અને યુએસ કાયદા દ્વારા અપાયેલી સત્તાઓ અનુસાર, 26 યુરોપિયન દેશોની યાત્રા પરના પ પ્રતિબંધોને દૂર કરું છું. આ હુકમથી બ્રિટન, આયર્લેન્ડ અને બ્રાઝિલ જેવા દેશો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હવે અમેરિકાના હિત માટે હાનિકારક નથી. આ આદેશ 26 જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યાથી અમલમાં આવશે. જોકે, જો બાઈડેનના પ્રેસ સેક્રેટરીએ તેનો વિરોધ કર્યો છે.

બાઈડેનની પ્રેસ સેક્રેટરી જેન સાક્ચીએ ટ્વીટ કરીને કહ્યું કે, “અમારી મેડિકલ ટીમની સલાહ પર, વહીવટ તંત્ર 26 જાન્યુઆરીથી આ પ્રતિબંધો હટાવવાનો કોઈ ઇરાદો નથી.” મહામારીની પરિસ્થિતિ  વણસી રહી છે અને સંક્રમણના કેસ વિશ્વભરમાં વધી રહ્યા છે. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરનો પ્રતિબંધ હટાવવાનો આ સમય નથી. મૂળભૂત રીતે અમે કોવિડ -19 ના ફેલાવાને વધુ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીની આસપાસ જાહેર આરોગ્યનાં પગલાંઓને મજબૂત બનાવવાની યોજના બનાવીએ છીએ. ‘

આ રીતે ટ્રમ્પએ જારી કરેલા આદેશોને જોબાઈડેન દ્રારા નકારવામાં આવ્યા છે અને આ પ્રતિબંધો યથાવત રાખવામાં આવ્યા છે.

સાહિન-