Site icon Revoi.in

વર્કફ્રોમ હોમમાં સંયુક્ત પરિવારમાં રહેતા કપલને થયો ફાયદો- બાળક સંભાળવાથી લઈને બીજા દરેક કાર્ય બન્યા સરળ

Social Share

વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘરે રહીને કામ કરતા લોકોને ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને સંયુક્ત પરિવારમાં રહેતા યુગલો માટે, લોકડાઉનનો સમય ખૂબ જ પડકારજનક રહ્યો છે, પરંતુ નકારાત્મક વસ્તુઓ સિવાય સંયુક્ત કુટુંબમાં રહેવાના ઘણા ફાયદા છે.અને આ લાભ દરેક કપલને મળ્યો છે, પરિવારમાં રહેતા હોવાથઈ બાળકો ક્યા સચવાય જતા હોય છે ખબર જ રહેતી નથી.

આજના કોરોના કાળમાં જો આવી જોઈન્ટ કુટુંબ પ્રણાલી હોય તો તેમાં કોઈ એક વ્યક્તિ પર સંપૂર્ણ રીતે બોજો આવતો નથી. ઘરના કામો એકબીજામાં વહેંચાયેલાજોવા મળે છે.જેને કારણે, ઘરના સભ્યોને કામ સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

યુગલોને તેમના બાળકોને કૌટુંબિક મૂલ્યો શીખવવાનો સમય મળતો નથી. આવી સ્થિતિમાં, જો તેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે, તો દાદા -દાદી અને કાકાઓની મદદથી બાળકોને ઘણા કૌટુંબિક મૂલ્યો શીખવા મળે છે.

આ સાથે જ જોઈન્ટ ફએમિલીના ઘણા ફાયદાઓ આપણા બાળકોને મળી રહે છે, આ સિવાય બાળકો તેમના દાદા -દાદી પાસેથી પણ ઘણી સારી વસ્તુઓ પણ શીખે છે. સંયુક્ત કુટુંબમાં રહેવાથી કોઈ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. સંયુક્ત કુટુંબમાં ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે ઘરના કોઈ સભ્યને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે અન્ય સભ્યો તેને આર્થિક મદદ કરે છે. આ તેને આર્થિક સહાય આપે છે. આમ આજના આ આઘુનિક લસમયમાં પણ જોઈન્ટ ફેમેલિ સફળ સાબિત થાય છે.