Site icon Revoi.in

ઈન્કમટેક્સ રિટર્ન માટે 31મી જુલાઈ છેલ્લો દિવસ, ત્યારબાદ ફાઈલ કરનારાને દંડ લાગશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ઘણીબધા કરદાતાઓ  ઈન્કમટેક્સનું રિટર્ન ભરવામાં આળસ દાખવતા હોય છે. કારણ કે મર્યાદિત આવકને લીધે ઈન્કમટેક્સ ભરવાનો થતો ન હોવાથી ઘણા લોકો આઈટી રિટર્ન ફાઈલ કરતા નથી. રૂ.5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતા માટે ઇન્કમટેક્સ રિટર્ન 31 જુલાઈની છેલ્લી મુદત પછી ફાઇલ કરાય તો 1 હજારનો દંડ, જ્યારે રૂ.5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતા આ મુદત પછી રિટર્ન ફાઇલ કરે તો રૂ.5 હજાર દંડ લાગશે. જોકે 31 જુલાઈ સુધીમાં પણ રિટર્ન ફાઇલ નહીં કરનારા કરદાતાએ ટેક્સની રકમના 1.5 ટકા લેખે પ્રતિમાસ વ્યાજ ભરવાનું રહેશે. દંડની આ જોગવાઈ રૂ.5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માટે છે. પ્રત્યેક કંપનીએ મુદત પૂર્વે કર્મચારીઓને ફોર્મ-16 આપી દેવાનું રહેશે. જે કંપનીએ કર્મચારીઓને સમયસર ફોર્મ 16 આપ્યું નથી તેવા કર્મચારીઓ ઇન્કમટેક્સની વેબસાઇટ પર જઈ જાણ કરી શકે છે.

આઈટીના સૂત્રોના જણાવ્યા મુજબ કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે તા. 31મી જુલાઈ સુધીમાં રૂ.5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓએ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરી દેવું પડશે. ત્યારબાદ રિટર્ન ફાઇલ કરે તો રૂ.5 હજાર દંડ લાગશે. જોકે 31 જુલાઈ સુધીમાં પણ રિટર્ન ફાઇલ નહીં કરનારા કરદાતાએ ટેક્સની રકમના 1.5 ટકા લેખે પ્રતિમાસ વ્યાજ ભરવાનું રહેશે. દંડની આ જોગવાઈ રૂ.5 લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓ માટે છે  વ્યક્તિગત કરદાતા એચયુએફ, એઓપી, બીઓઆઇ અથવા જેમના ચોપડાનું ઓડિટ કરવાની જરૂર નથી તેમના માટે રિટર્ન ભરવાની મુદત 31 જુલાઈ છે. જ્યારે ચોપડાનું ઓડિટ કરવાનું હોય તેવા કરદાતાઓની રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 ઓકટોબર છે. આંતરાષ્ટ્રીય લેવડદેવડ કરતા કરદાતાઓના રિટર્ન ફાઈલ કરવાની મુદત 30 નવેમ્બર રાખવામાં આવી છે. જ્યારે રિવાઇઝ્ડ રિટર્ન અને લેટ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. ઇન્કમટેક્સે દરેકને મુદતમાં રિટર્ન ભરવા અપીલ કરી છે.