Site icon Revoi.in

ભારતીય મૂળના જસ્ટિન નારાયણ MasterChef Australia સીઝન 13 ના વિજેતા બન્યા

Social Share

દિલ્હી : જસ્ટિન નારાયણને ‘માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા સીઝન 13’ ના વિજેતા જાહેર કરાયા છે. જે હાલ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને તે મૂળ ભારતનો છે.જસ્ટિન માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયા જીતનાર ભારતીય મૂળના બીજા સ્પર્ધક છે. 2018 માં જેલ ગાર્ડ શશી ચેલિયાએ કુકિંગ રિયાલિટી શો જીત્યો હતો. માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાએ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર ટ્રોફી સાથે જસ્ટિન નારાયણનો ફોટો શેર કર્યો છે

ફોટો શેર કરતા માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાએ લખ્યું, ‘અમારા #MasterChefAU 2021 ના ​​વિજેતાને અભિનંદન.’ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના રહેવાસી જસ્ટિન નારાયણે 13 વર્ષની વયે રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. જસ્ટિનના ફિજિયન અને ભારતીય વિરાસતએ તેમને પ્રભાવિત કર્યા છે. તે કહે છે કે, તેની માતા તેની સૌથી મોટી પ્રેરણા છે અને તે સૌથી સારી શેફ છે જેને તે જાણે છે.

જસ્ટિને માસ્ટરશેફ ઓસ્ટ્રેલિયાના જજને વિવિધ વાનગીઓથી પ્રભાવિત કર્યા, જેમાં ચિકન ટેકોઝ, ચારકોલ ચિકન વિથ ટૂમ, ફ્લેટબ્રેડ અને પિકલ સલાડ અને ભારતીય ચિકન કરીનો સમાવેશ થાય છે. જસ્ટિન કોઈક દિવસ પોતાનું ફૂડ ટ્રક કે રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે, જેમાં ભારતીય સ્વાદ ઉપલબ્ધ હશે,જેને ખાઈને તે મોટો થયો છે.