Site icon Revoi.in

કાનપુરની મેટ્રો ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું છે ગુજરાતના સાવલીના પ્લાન્ટમાં

Social Share

ગુજરાત દેશનું એવું રાજ્ય છે કે જ્યા દેશની અનેક મોટી ઉપલબ્ધીઓ જોવા મળે છે, જેમાં વિશ્વનું સૌથી મોટૂ સ્ટેડીયમ હોય કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાત આ બાબતે મોખરે છે, ત્યારે આપણા જ ગુજરાતમાં મેટ્રો ટ્રેનનું નિર્માણ પણ થઈ રહ્યું છે.એટલે કહેવાય કે ગુજરાત નિર્માણ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે.

વિતેલા દિવસને શુક્રવારના રોજ ગુજરાતમાં વડોદરા પાસે આવેલા સાવલી પ્લાન્ટમાં કાનપુર મેટ્રોના નિર્માણ માટે પૂજન કરી નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી. આ મેટ્રો ટ્રેન સપ્ટેમ્બરમાં કાનપુર રવાના કરવામાં આવશે,આ અત્યાધુનિક મેટ્રો ટ્રેન ઉર્જા સંરક્ષણ, સુરક્ષિત પરિચાલન અને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા ડિઝાઇન કરવામાં આવી

ત્યાર બાદ નવેમ્બર મહિનામાં આ મેટ્રોનું ટ્રાયલ રન કરવામાં આવશે. આ સમગ્ર મામલે ઉત્ર પ્રદેશ મેટ્રો રેલ કૉર્પોરેશનના પ્રબંધ નિદેશકુમાર કેશવે જણાવ્યું હતુ કે, કાનપુર અને આગ્રા મેટ્રો પરિયોજનાઓ માટે મેટ્રો ટ્રેનોનું નિર્માણ બાંબાર્ડિયરના ગુજરાત સ્થિત પ્લાન્ટમાં શરૂ કરવામાં આવી ચૂક્યું છે.

કાનપુર મેટ્રોના બન્ને કૉરિડોરમાં ત્રણ મેટ્રો કોચની 39 ટ્રેન સપ્લાય  કરવામાં આવશે, કાનપુર મેટ્રો રેલ પરિયોજના માટે 117 કોચનું નિર્માણ થશે,જેનુ નિર્માણ બાંબાર્ડિયરના જર્મની અને હૈદરાબાદના ડિઝાઇન વિશેષજ્ઞોના સહકારથી થઈ રહ્યું છે,મેટ્રો ટ્રેનોના ડિઝાઇનથી સંબંધિત દસ્તાવેજ રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગનાઇઝેશનને મોકલાયા છે.

સાહિન-

Exit mobile version