Site icon Revoi.in

કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

Social Share

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કન્ફ્યુશિયસ ઈન્સ્ટીટ્યૂટ પાસે એક કાર નજીક બ્લાસ્ટ થયો હતો. કરાંચીના પોલીસ ચીફ નવી મેમનએ કહ્યું હતું કે, આ એક ફિદાયીન હુમલો હતો અને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હતો. મૃતકોમાં 3 ચીની મહિલા પ્રોફેસર, તેમનો ડ્રાઈવર અને ગાર્ડનો સમાવેશ થાય છે. જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. હુમલા બાદ ગોળીબાર પણ થયો હતો. મહિલા ફિદાઈન સાથે અન્ય લોકો પણ હતા જેમની તપાસ કરવામાં આવી રહી છે. હુમલામાં ઘવાયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં છે.

બલોચ લિબરેશન ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી લીધી હતી. આ જ સંગઠને ગયા મહિને ગિલગિતમાં સૈન્ય ઠેકાણા ઉપર હુમલો કર્યો હતો. જેમાં 22 સૈનિકો અને 4 સામાન્ય નાગરિકોના મોત થયા હતા.