Site icon Revoi.in

આવતી કાલે કરવા ચોથ -જાણો ક્યારે નીકળશે આસમાનમાં ચાંદ ,અને શું છે પૂજા કરવાનું શુભ મહૂર્ત

Social Share

આવતી કાલે એટલે કે 13 ઓક્ટબરને ગુરુવારના રોજ સમગ્ર દેશભરમાં કરવાતોથ મનાવવામાં આવશે ક,આ દિવસ પત્નીઓ માટે ખાસ હોય છે કારણ કે આ દિવસે પત્ની પોતાના પતિની લાંબા આયુષ્ય માટે વ્ર્ત રાખે છે અને વર્ત એટલું કઠીન હોય છે કે રાત્રે 12 વાગ્યેથી લઈને બીજા દિવસ રાત્રીના જ્યાં સુધી ચાંદ ન નીકળે ત્યા સુધી પાણી પણ પી શકાતું નથઈ ત.ચાંદ નીકળ્યા બાદ પતિના હાથે પાણી પીને પત્ની પતિની પૂજા કરીને વ્રત તોડે છે.હિલાઓના આ વ્રતને અખંડ સૌભાગ્ય  પણ કહી શકાય.

આ વર્ષે, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 12 ઓક્ટોબરના રોજ બપોરે 1:59 વાગ્યાથી શરૂ થશે, જે 14 ઓક્ટોબરના રોજ સવારે 03:08 વાગ્યા સુધી ચાલુ રહેશે. તેથી, ઉદયતિથિ અનુસાર, આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબર, 2022 ના રોજ રાખવામાં આવશે.

ચંદ્રને જોઈને વ્રત ખોલવામાં આવે છે

આ દિવસે ચંદ્રની પૂજાનું ખૂબ મહત્વ છે. આ વ્રત ચંદ્રના દર્શન અને પૂજા વિના અધૂરું માનવામાં આવે છે. ચંદ્રના દર્શન અને પૂજા કર્યા પછી જ મહિલાઓ ઉપવાસ તોડે છે. આ માટે ચંદ્ર કયા સમયે દેખાશે અને કરવા ચોથની પૂજાનો શુભ સમય કયો છે તે જાણવું ખૂબ મહત્વનું છે.

કરવાચોથ પર બની રહ્યો છે આ ખાસ સંયોગ

જો કે મહત્વની વાત એ છે આ વર્ષની કરવા ચોથ પર એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. આવતી કાલનો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શરૂ થઈ રહ્યો છે. કાલના ખાસ દિવસે શુક્ર અને બુધ એક જ રાશિમાં એટલે કે કન્યા રાશિમાં રહેવાથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. સાથે જ બુધ અને સૂર્ય પણ એક જ રાશિમાં રહીને બુધાદિત્ય યોગ રચવા જઈ રહ્યો છે. 

આ વર્ષે વ્રત કરવું ખૂબ જ ભાગ્યપૂર્ણ મનાશે

આ સાથે જ્યારે શનિ મકર રાશિમાં અને ગુરુ મીન રાશિમાં રહેશે.તો બીજી તરફ ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. એકંદરે આ બધા ગ્રહો મળીને ખૂબ જ શુભ સ્થિતિઓ યુગ બનતો જોઈ શકાશે. આ તમામ સ્થિતિને જોતા આ વર્ષની કરવા ચોથ ખૂબ જ ભાગ્યપૂર્ણ માનવામાં આવી રહી છે.

જાણો કરવા ચોથના દિવસના યોગ અને ક્યારે નીકળશે ચાંદ

કરવા ચોથના મહૂર્ત જાણો

ઉલ્લેખનીય છે કે અખંડ સૌભાગ્યનું વ્રત, કરવા ચોથ આવતીકાલે એટલે કે ગુરુવારે છે. મહિલાઓ સુહાગના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે કરવા ચોથનું વ્રત રાખે છે. પંચાંગ અનુસાર, દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથનું વ્રત ઉજવવામાં આવે છે.