Site icon Revoi.in

ભારતની રાજદ્વારી જીત – ઈસ્લામિક સહયોગ સંગઠનની બેઠકમાં નહી થાય કાશ્મીર મુદ્દે ચર્ચા

Social Share

દિલ્હીઃ– નાઈઝરમાં આવનારી 27 અને 28 નવેમ્બરરના રોજ ઇસ્લામિક સહયોગ સંગઠનની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાનના અથાગ પ્રયત્નો છત્તાં પાકિસ્તાનન આ બેઠકમાં કાશ્મીરનો મુદ્દો નહી ઉઠાવી શકે.

આ બેઠકમાં ઓઆઈસી સાથે સંકળાયેલા દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેતા હોય છે. કાશ્મીરનો એજન્ડા બનાવવાની પાકિસ્તાનની યોજના આ વખતે સફળ નહી થાય, જેને લઈને પાકિસ્તાનના રાજકરણમાં હલચલ મચી જવા પામી છે, ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદ દરેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતો રહે છે.

પાકિસ્તાનની વિદેશ કાર્યાલયે બુધવારના રોજ એક નિવેદન બહાર પાડીને વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીને ઓઆઈસી કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા જણાવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે દિવસીય સત્રમાં જમ્મુ-કાશ્મીર વિવાદ સહિત મુસ્લિમ વિશ્વ સામે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જોકે, પાકિસ્તાનનું જુઠાણું તરત જ સામે આવી ચૂક્યું હતું, કારણ કે, ઓઆઈસી દ્વારા અંગ્રેજી અને અરબીમાં જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં બેઠકના એજન્ડામાં કાશ્મીર મુદ્દાનો કોઈ જ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી.

ઓઆઈસીના અંગ્રેજી નિવેદનમાં કાશ્મીર મુદ્દા પર કોઈ સંદર્ભ વિના કહેવામાં આવ્યું છે કે, ‘ઓઆઈસી ફિલિસ્તીની મુદ્દો, હિંસા, ઉગ્રવાદ અને આતંકવાદ સામેની લડત, ઇસ્લામોફોબિયા અને ધાર્મિકરુપથી બદનામી જેવા મુદ્દાઓની ચર્ચા કરશે. કાઉન્સિલ બિન-સદસ્ય દેશોમાં મુસ્લિમ લઘુમતીઓ અને સમુદાયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરશે. તેમજ રોહિંગ્યા મુસ્લિમો માટે ભંડોળ એકત્ર કરવા અંગે આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત સંસ્કૃતિ, સંસ્કૃતિ, ધર્મો અને અન્ય ઉભરતી બાબતો વચ્ચેના સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે. ‘ અરબીમાં જારી કરેલા કાઉન્સિલના નિવેદનમાં કાશ્મીર મુદ્દાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી.

સાહીન-