Site icon Revoi.in

કાઠિયાવાડના ધારાસભ્યો બોલકા હોવાથી તેમના કામો કરાવી લે છેઃ યોગેશ પટેલ

Social Share

વડોદરા : શહેરના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ કોઈપણ વાત ખૂલ્લીને કહેવા માટે બિન્દાસ્ત હોય છે. તેમનો બેખૌફ અંદાજના ચારેતરફ વખાણ થતા હોય છે. ત્યારે વિકાસ કામો માટે યોગેશે પટેલે પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક સમારોહમાં તેમણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વિશે વિરોધાભાસી નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતું કે, કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લેતા હોય છે. જ્યારે મધ્ય ગુજરાતના ધારાસભ્યો એવું વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહીં મળે.

વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ક્યા વિસ્તારના ધારાસભ્યો કામ કઢાવી લેવામાં પાવરધા છે, તે કહ્યુ હતુ. અભિવાદન સમારોહમાં તેમણે કહ્યું હતું કે, હવે આપણે અવાજ ઉઠાવવો પડશે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. પરંતું મધ્ય ગુજરાતવાળા એવું વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહિ મળે.

યોગેશ પટેલે કટાક્ષમાં કરતા વધુમાં જણાવ્યું હતું કે, મારો જ દાખલો છે, મને  ટિકિટ મળી જ છે. મને લાગે છે. કે, બાલુભાઈ બરોબર છે. ઓપનિંગમાં જાય એટલે બેટિંગ કરી જ લે. આપણે કેવું પડે કે ભાઈ ધીમે ધીમે. કેયૂરભાઈએ સાથે રહેવું પડશે. મનીષાબેન અને ચૈતન્યભાઈ તો સાથે રહેવાના જ છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્યો પોતાનો મત વ્યક્ત કરવામાં હંમેશા બિન્દાસ્ત રહેતા હોય છે.  ભાજપમાં આ વખતે તેમને ટિકિટ મળવાની નહોતી. પરંતુ તેમની જીદને કારણે ભાજપને પોતાના નિયમો ચાતરવા પડ્યા છે. અને વયોવૃદ્ધ હોવા છતાં તેમને ટિકિટ આપવી પડી હતી.